Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

ભાવનગર ભાજપના કાર્યકર્તાઓ, શુભેચ્‍છકો અને આગેવાનોની હાજરીમાં અધ્‍યક્ષ અભયસિંહ ચૌહાણે પદભાર સંભાળ્‍યો

  ભાવનગર : ભાવનગર શહેર ભાજપના અધ્‍યક્ષ તરીકે જમીન સાથે જોડાયેલા ચુસ્‍ત ભાજપી એવા અભયસિંહ ચૌહાણ  એ તેમનો પદભાર પક્ષના આગેવાનો અને કાર્યકર્તાઓની બહોરી  ઉપસ્‍થિતિમાં સંભાળયો હતો. શિસ્‍ત અને સાદાઈના આગ્રહી  અભયસિંહ પોતાના સ્‍કૂટર પર કાર્યાલય ખાતે આવ્‍યા તે સાથેજ વિશાળ સંખ્‍યામાં ઉપસ્‍થિત કાર્યકરો અને શુભેચ્‍છકોએ ઢોલ-ત્રાંસા વગાડીને તેમનું સ્‍વાગત કર્યું હતું. પદગ્રહણ સમારોહમાં ઉપસ્‍થિત રાષ્‍ટ્રીય ઉપાધ્‍યક્ષા ડો. ભારતીબેન શિયાળ, પૂર્વ -દેશાધ્‍યક્ષ અને વિધાયક  જીતુભાઈ વાઘાણી, પૂર્વ પ્રદેશ અધ્‍યક્ષ  રાજુભાઇ રાણા, પૂર્વ મંત્રી  વિભાવરીબેન દવે, મેયર કિર્તિબેન, ચેરમેન ધીરુભાઈ, પૂર્વ  પ્રમુખ ડો. રાજીવભાઈ પંડ્‍યાએ નવનિયુક્‍ત પ્રમુખને અભિનંદન આપ્‍યા હતાં. ત્‍યાર બાદ શહેર સંગઠનના દરેક હોદ્દેદારોએ અભયભાઈને અભિનંદન આપ્‍યા હતા તો પુરોગામી પ્રમુખ ડો. રાજીવભાઈ પંડ્‍યાને મળીને તેમના કાર્યકાળને વાગોળ્‍યો હતો. પદગ્રહણ સમરોહની વિશેષતા એ હતી કે તેમાં ગિરીશભાઈ શાહ, ટી.એમ. પટેલ, ચીમનભાઈ યાદવ, યોગેશભાઈ જેવા પૂર્વ પ્રમુખો, તો હરૂભાઈ ગોંડલિયા, અમોહભાઇ શાહ જેવા વરિષ્ઠ કાર્યકરો પણ ઉપસ્‍થિત રહ્યા હતાં. આ પ્રસંગે સમગ્ર શહેર અને વોર્ડ સંગઠન, વરિષ્ટ આગેવાનો તેમજ વિશાળ સંખ્‍યામાં ઉપસ્‍થિત કાર્યકર્તાઓ, શુભેચ્‍છકોએ પુષ્‍પહાર અને ગુલદસ્‍તા વડે  ચૌહાણને શુભકામનાઓ પાઠવી હતી.  આ  પ્રસંગે નગીનભઇ શાહ અને સનતભાઈ મોદી જેવા પૂર્વ પ્રમુખોને પણ અભયસિંહ ભૂલ્‍યા ન હતાં,  પ્રદેશ અધ્‍યક્ષ  સી.આર. પાટિલ, પ્રદેશના સંગઠન મંત્રી  રત્‍નાકરજી સહિત પ્રદેશ સંગઠનનો આભાર વ્‍યક્‍ત કર્યો અને ભાવનગરના વિકાસ માટે તનતોડ પરિશ્રમ કરીશ, એ માટે પૂરતો સમય ફાળવીશ એવું જણાવતા જ લોકોએ તાળીઓનો ગડગડાટ કરી મુકયો હતો.

(10:07 am IST)