Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

સુરેન્‍દ્રનગર ધ્રાંગધ્રાના કુડા પ્રા.અને મા. શાળામાં માતૃપિતૃ સંકલ્‍પ કાર્યક્રમ યોજાયો

સુરેન્‍દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના કુડા ગામે પ્રાથમિક અને માધ્‍યમિક શાળામાં તાલુકા વિકાસ અધિકારી સુદીપકુમાર દિનેશભાઈ શાહ ની અધ્‍યક્ષતા માં શાળાના વિદ્યાર્થીઓ એ સંકલ્‍પ લીધા હતા કે ‘‘ઉપકારોત્‍સવ-જીવતા ભગવાનની ભક્‍તિ મહોત્‍સવ''ના - માધ્‍યમે હું સંકલ્‍પ લઉ છું કે મારા માતા-પિતાને હું ઘરના જીવતા ભગવાન અને ભગવતી માનીશ. જીવનના છેલ્લા શ્વાસ સુધી હું તેમની સેવા કરીશ, તેમને સમય આપીશ, તેમનું દિલ દુભાય તેવું કાર્ય કે આચરણ કયારેય કરીશ નહીં.. હંમેશા તેમની સાથે રહીશ અને જીવનમાં કયારેય તેમને વળદ્ધાશ્રમમાં તો નહીં જ મોકલું.. ‘‘માતળ દેવો ભવઃ'' ‘‘પિતળ દેવો ભવઃ'' ની ભારતીય સંસ્‍કળતિના સંસ્‍કારોને હું હંમેશા જીવિત રાખીશ. તેવા વિદ્યાર્થીઓ દ્વારા સંકલ્‍પ લેવામાં આવ્‍યા હતા અને બાળકો દ્વારા પણ વચન આપવામાં આવ્‍યું હતું કે તેઓ કયારેય માતા પિતાનું અપમાન કરશે નહીં ત્‍યારે આ કાર્યક્રમમાં તાલુકા વિકાસ અધિકારી પ્ર ાથમિક શાળાના આચાર્ય શિક્ષકો વિદ્યાર્થીઓ સહિત મોટી સંખ્‍યામાં લોકો ઉપસ્‍થિત રહ્યા હતા. (તસ્‍વીર-અહેવાલ : ફઝલ ચૌહાણ, વઢવાણ)

(1:57 pm IST)