Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

માંગરોળના શેપા ગામમાં રૂ. ૨ લાખના ખર્ચે LED સ્‍ટ્રીટ લાઈટ નખાશે

 (વિનુ જોષી દ્વારા)જૂનાગઢ, તા.૧૩ : માંગરોળ તાલુકાના શેપા ગામમાં રૂ. ૨ લાખના ખર્ચે LED સ્‍ટ્રીટ લાઈટની સુવિધા ઉપલબ્‍ધ થશે. તાજેતરમાં જિલ્લા આયોજન મંડળની બેઠકમાં ૧૫ ટકા વિવેકાધીન સામાન્‍ય જોગવાઈના અનુદાન હેઠળ આ કામને સ્‍થળની સ્‍પષ્ટતા કરવાની શરતે મંજૂરી આપવામાં આવી છે. આમ, વીજળીકરણના આ કામથી ગ્રામજનોની સુખસુવિધામાં વધારો થશે.

(2:41 pm IST)