Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

જસદણમાં કિચન ગાર્ડન માર્ગદર્શન સેમિનાર યોજાયો

આટકોટ : જસદણ શહેરના લોકોને પોતાના ઘરે છત પર કે કુંડામાં જાતે જ વાવેલું પોષ્ટિક તેમજ તાજુ ઓર્ગેનિક શાકભાજી મળી રહે તે આજના સમયમાં ખુબ જ જરૂરી છે. તે માટે કિચન ગાર્ડન માર્ગદર્શન સેમિનારનું  આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં ગુજરાત સરકારનો આદર્શ ઘર એવોર્ડ મળ્‍યો છે, એવા નામાંકિત પ્રેરક વક્‍તા કનુભાઈ કરકરે લોકોને આંગણે ઉછેરી શકાય તેવા શાકભાજી, તેની જાળવણી, આરોગ્‍ય ની દ્રષ્ટીએ શાકભાજીનું મહત્‍વ, આજના સમયની માંગ  પ્રમાણે શુદ્ધ સાત્‍વિક અને પોષટીકતા સભર ભોજન પ્રણાલી વિષે  માર્ગદર્શન આપ્‍યું હતું. સાથે રસિકભાઈ નકુમ દ્વારા આજના સમયની કિચન ગાર્ડનની આધુનિક ટેકનોલોજી  હાઇડ્રોપોનીક્ષ પદ્ધતિ વિષે વિવિધ મોડેલ, તેનું મીડિયા , પાણી વ્‍યવસ્‍થાપન વગેરે મોડેલો સાથે માહિતી આપી હતી. ભીમાણી દ્વારા અર્બન હોર્ટીકલ્‍ચર ડેવલોપમેન્‍ટ પોગ્રામ, વિવિધ તાલીમો અને બાગાયત ખાતાની યોજનાકીય માહિતી આપી હતી.  કાર્યક્રમમાં વિવિધ સ્‍ટોલ પ્રદર્શન નિદર્શનનું પણ આયોજન કરવામાં આવ્‍યું હતું. જસદણ શહેર ભાઈઓ બહેનોએ વિશાળ સંખ્‍યામાં આ કાર્યક્રમમાં ઉમળકા ભેર ઉત્‍સાહિત બહોળી સંખ્‍યામાં ભાગ લીધો હતો આ કાર્યક્રમને સફળ બનાવવા બાગાયત વિભાગ રાજકોટ, પર્યાવરણ શિક્ષણ કેન્‍દ્ર અને અવતાર ચેરીટેબલ ટ્રસ્‍ટની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી.   (તસવીર : કરશન બામટા,આટકોટ)

(10:03 am IST)