Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

ગીર ગઢડામાં CRPF જવાન વિરુદ્ધ બળાત્કારનો ગુન્હો નોંધાયો

આરોપી CRPF જવાન મૂળ ધોકળવા ગામનો રહેવાસી છે અને હાલ CRPF માં દિલ્હી ખાતે ફરજ બજાવે છે. આરોપીએ લગ્નની લાલચ આપી ધમકાવી બળજબરીથી અનેકવાર દુષ્કર્મ ગુજાર્યાનો પીડિતાએ આરોપ લગાવ્યો છે.

ગીર ગઢડાઃ  ગીર ગઢડામાં CRPF જવાન વિરુદ્ધ બળાત્કારનો ગુન્હો નોંધાયો છે. ધોકડવા ગામની યુવતીએ CRPF જવાન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. આરોપી સોહિલ દિલાવર લીંગારી સહિત 09 વિરુદ્ધ પોલીસે ગુન્હો નોંધ્યો છે. તમને જણાવી દઈએ કે, આ ઘટનામાં લવજેહાદનો મુદ્દો ઉઠ્યો હતો. ઉનાના ધારાસભ્ય કે. સી.રાઠોડ સહિત હિન્દૂ સંગઠનો દ્વારા રેલી કાઢી આવેદનપત્ર પાઠવ્યું હતું.

ધોકળવા ગામની યુવતીને લવજેહાદમાં ફસાવ્યાના આક્ષેપ સાથે રેલી યોજાઈ હતી. આરોપી સોહિલ મૂળ ધોકળવા ગામનો રહેવાસી છે અને હાલ CRPF માં દિલ્હી ખાતે ફરજ બજાવે છે. આરોપીએ લગ્નની લાલચ આપી ધમકાવી બળજબરીથી અનેકવાર દુષ્કર્મ ગુજાર્યાનો પીડિતાએ આરોપ લગાવ્યો છે. પોલીસે યુવતીની ફરિયાદ આધારે આરોપી સોહિલના પરિવાર સહિત અન્ય 09 વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

(12:30 pm IST)