Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

*સૌરાષ્ટ્રના કુતિયાણાની ૧૬ વર્ષની વિદ્યાર્થીનીએ ગળે ફાંસો ખાઈ જીવ દીધો: સુસાઇડ નોટમાં લખ્યું, "સોરી દાદી, આઇ હેટ યુ પાપા"*

રાજકોટથી ૯૦ કી.મી. દૂર આવેલા ધોરાજી ખાતે રોયલ સ્કૂલમાં ધો.૧૧માં અભ્યાસ કરતી અને હોસ્ટેલમાં જ રહેતી પોરબંદરના કુતિયાણાની દિવ્યા રમેશભાઈ ડોડીયા નામની ૧૬ વર્ષની વિદ્યાર્થીનીએ પોતાના જ રૂમમાં ગળેફાંસો ખાઈ જીવ દીધો: પોતાની સ્યુસાઇડ નોટમાં "sorry daadi, I HATE YOU PAPA" પણ લખ્યું છે.

પોતાની સ્યુસાઇડ નોટમાં પોતાના આપઘાત પાછળ અન્ય કોઈ નહીં પરંતુ તેના પિતા જવાબદાર હોવાનું દિવ્યાએ જણાવ્યું છે. પપ્પા મારા મરવાનું એક જ કારણ છે અને એ છો તમે. તમારાથી મને અતિ નફરત થઈ ગઈ હતી. કેમ કે, તમે મને ક્યારેય પોતાની દીકરી જ નહોતી સમજી. બસ ઓર્ડર અને ગુસ્સો કરતા જ તમને આવડતું. મારા મરવા પાછળ મને એક બા નો અફસોસ છે. જેણે મને મા અને બાપ બંનેનો પ્રેમ આપ્યો. મા જ્યારે યાદ કરીશ ત્યારે તારી સાથે હોઇશ. મા મને માફ કરી દેજો. મારી આત્માને ક્યારે શાંતિ નહીં મળે. મારા એક એક આંસુનો બદલો લઈશ.
 

દિવ્યા પોરબંદરના કુતિયાણાની રહેવાસી છે. તેમજ તે છેલ્લા કેટલાય સમયથી પોતાના પિતા અને દાદી સાથે જ રહેતી હતી. ધોરણ ૧૧-૧૨ સાયન્સમાં અભ્યાસ કરવા માટે તે ધોરાજીની રોયલ સ્કૂલ ખાતે આવી હતી. તેમજ સ્કૂલની હોસ્ટેલમાં જ તે રહેતી હતી. પરિવારજનોના જણાવ્યા પ્રમાણે, ગઈકાલે રાત્રે જમીને પોતાના રૂમમાં ગયા બાદ દિવ્યાએ છેલ્લી વખત પોતાના પરિવારજનો સાથે વાતચીત પણ કરી હતી. વાતચીતમાં પોતાની તબિયત સારી નથી તેવું જણાવ્યું હતું. મૃતક દિવ્યાના પિતા બીએસએફમાં નોકરી કરી ચૂક્યા હોવાનું પરિવારજનોએ જણાવ્યું છે.

(3:36 pm IST)