Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

અમરેલીના ચલાલામાં સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન પ્રસંગમાં આખલા ઘૂસી આવતા નાસભાગ મચી

ધસી આવેલા બે આખલાઓને કારણે લોકોના જીવ તાળવે ચોંટી ગયા

અમરેલી જિલ્લાના ચલાલામાં સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન પ્રસંગ રંગેચંગે ચાલી રહ્યો હતો. આ લગ્ન પ્રસંગના મંડપમાં લગ્નોત્સવ ચાલી રહ્યો હતો, તેમાં આખલા ઘૂસી આવતા નાસભાગ મચી ગઈ હતી. લોકોએ આખલાને છૂટા પાડવા ખૂબ પ્રયત્ન કર્યા હતા. લગ્ન પ્રસંગમાં આ રીતે ધસી આવેલા બે આખલાઓને કારણે લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. હાલમાં આ બાખડતા આખલાનો વીડિયો ઘણો વાયરલ થયો છે.

   
(11:41 pm IST)