Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

મોરબીના સાદુળકા ગામે રમતા રમતા પડી જતા બાળકનું મોત.

મોરબી તાલુકાના સાદુળકા ગામમાં ચાર વર્ષનું બાળક રમતા રમતા પડી જતા ગંભીર ઈજા પહોંચતા સારવાર દરમિયાન મોત થયું હતું જે બનાવની મોરબી તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે


મોરબી તાલુકા પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના વિસીપરામાં રહેતા રહીમભાઈ સુમરાનો ચાર વર્ષનો દીકરો હસનેન સાદુળકા ગામમાં રમતા રમતા કોઈ કારણોસર પડી જતા માથાના ભાગે અને શરીરે ગંભીર ઈજા થતા મોરબી અને બાદમાં વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો જ્યાં સારવાર દરમીયાન બાળકનું મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

   
(1:58 pm IST)