Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

મોરબીના લક્ષ્મીનગર ગામના બંધ મકાનને નિશાન બનાવી ૧.૯૦ લાખની ચોરી.

પરિવાર પ્રસંગમાં બહાર ગયો અને તસ્કરો કળા કરી ગયા મોરબીમાં બેફામ બનેલા તસ્કરોને રોકવામાં પોલીસ નિષ્ફળ.

મોરબી તાલુકાના લક્ષ્મીનગર ગામના બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ ઘરમાંથી સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ મળીને કુલ રૂ ૧.૯૦ લાખના મુદામાલની ચોરી કરી હોય જે ચોરીના બનાવ મામલે મોરબી તાલુકા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે
મોરબીના લક્ષ્મીનગર ગામે રોટરી સોસાયટીમાં રહેતા મોતીભાઈ ચકુભાઈ પુરબીયાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ગત તા.૧૦-૦૨-૨૦૨૩ ના રોજ સવારના ફરીઅડી મોતીભાઈ તેના પત્ની હંસાબેન સાથે રાજકોટ કુટુંબી કાકાના ઘરે પ્રસંગમાં જવાન ઇક્લ્યા હતા અને સવારના સાડા નવેક વાગ્યે ફરિયાદીના બાપુજી ચકુભાઈ, દીકરા સુખદેવ અને કરણ ત્રણેય ભરતનગર ગામમાં લગ્નપ્રસંગમાં ઢોલ વગાડવા ગયા હતા અને ફરિયાદીના માતા લક્ષ્મીબેન તથા દીકરી શીતલ બંને સવારના ધ્રોલ કપડાની ખરીદી કરવા ગયા હોય અને ઘર બંધ હતુ ત્યારે અગિયાર વાગ્યાના અરસામાં દીકરા સુખદેવનો ફોન આવ્યો હતો અને ઘરના તાળા તૂટ્યા છે કહેતા તેઓ રાજકોટથી પરત આવી ગયા હતા અને ઘરમાં ચેક કરતા કબાટનો લોક તૂટેલ હતો અને સામાન વેરવિખેર હતો કબાટમાંથી ચોરી થઇ હોય તેવું જણાઈ આવ્યું હતું.

   
(11:19 pm IST)