Gujarati News

Gujarati News

News of Saturday, 13th March 2021

રાત્રે કચ્છમાં ફરી ભૂકંપનો આંચકો :રાત્રે 8.43 વાગ્યે 3ની તીવ્રતાનો આંચકો અનુભવાયો :લોકોમાં ફફડાટ

. ભૂકંપનું કેન્દ્ર બિંદુ રાપરથી ૨૧ કિલોમીટર દુર નોધાયું કચ્છમાં ફરી વાગડ ફોલ્ટ લાઈન સક્રિય!!

ચ્છમાં ફરી મોડી સાંજના સુમારે ભૂકંપના આંચકો આવતા લોકો ભયભીત થઈને ઘરની બહાર દોડી આવ્યા હતા. ત્યારે કચ્છમાં ફરી એક વખત ભૂકંપના આંચકાનો અનુભવ કચ્છવાસીઓએ કરતા લોકો ફરી ભયમાં મૂકાઈ જવા પામ્યા છે.

કચ્છમાં શનિવાર સાંજે ફરી એક વખત ભૂકંપનો મોટો આંચકો આવવા પામ્યો હતો. ત્યારે રાત્રિના ૮.૪૩ કલાકના સુમારે કચ્છમાં ફરી ૩ ની તીવ્રતાનો ભૂકપ આવતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. ભૂકંપનું કેન્દ્ર બિંદુ રાપરથી ૨૧ કિલોમીટર દુર નોધાયું છે. ત્યાર કચ્છમાં ફરી વાગડ ફોલ્ટ લાઈન સક્રિય બની હોવાનું જાણવા મળી રહ્યું છે.

(9:48 pm IST)