Gujarati News

Gujarati News

News of Saturday, 13th March 2021

બાદલપરના આરોપીની આગોતરા જામીન અરજી રદ

ગીર -સોમનાથ જીલ્લામાં લેન્ડ ગ્રેબીંગના પ્રથમ ગુન્હાના આરોપી

કોડીનાર,તા. ૧૩: ગીર-સોમનાથ જીલ્લામાં લેન્ડ ગ્રેબીંગ અધિનીયમ હેઠળ નોંધાયેલ પ્રથમ ગુન્હાના આરોપીની સેસન્સ કોર્ટ દ્વારા આગોતરા જામીન અરજી રદ કરતો હુકમ કરવામાં આવેલ છે.

જીલ્લા સરકારી વકીલ કેતનસિંહ વાળાએ જણાવેલ કે, વેરાવળ તાલુકાના બાદલપરા ગામે સ.નં.ર૧ ની હે.ર-૦૩-૩૬ ચો.મી. સરકારી પડતર જમીન ઉપર આશરે ચારેક વર્ષ પહેલા વાણીજય વપરાશ માટે ૧૭ દુકાનો તથા ૧ સવિર્સ સ્ટેશનનું બાંધકામ કરી ભાડે આપી ભાડાની રકમ મેળવી ગુજરાત જમીન પચાવી પાડવાના પર (પ્રતિબંધ) વિધયક ર૦ર૦ મુજબ ગુન્હો કર્યા અંગે બાદલપરા ગામના મીયાત પુંજાભાઇ કછોટ સામે પ્રભાસ પાટણ પોલીસમાં મામલતદાર ગ્રામ્ય શૈલેષભાઇ કલસરીયા એ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ નાયબ પોલીસ અધીક્ષક મુકેશકુમાર ઉપાધ્યાય એ હાથ ધરેલ.

  દરમ્યાન આ કેસના આરોપી મીયાત પુંજાભાઇ કછોટ એ આગોતરા જામીન મેળવવા માટે વેરાવળની ત્રીજા એડી. સેસન્સ કોર્ટ સમક્ષ અરજી કરેલ જેની સુનાવણીમાં જીલ્લા સરકારી વકીલ કેતનસિંહ વાળાએ સરકારી જમીન ઉપર બનાવેલી દુકાનો ભાડે આપી વર્ષોથી આવક મેળવતા હોવાનું તેમજ દુકાનદારોને આ બનાવની તપાસમાં અટકાવેલ તેમજ કાયદાઓને નેવે મુકી સરકારી જમીન ઉપર અતિક્રમણ કરી જમીન પચાવી પાડી તેના ઉપર દુકાનો બાંધી તેની જાગીર હોય તેમ ભાડેથી તથા વેચાણ કરી ગેરકાયદેસર પ્રવૃતિને પ્રોત્સાહન આપેલ અને ભુમાફીયાની પ્રવૃતિઓ આચરતા તત્વો માટે આવા આરોપીને આગોતરા જામીન ના આપવા જોઇએ તેવી દલીલોના આધારે જજ બી.એલ.ચોઇથાણીએ આરોપી મીયાત કછોટની આગોતરા જામીન અરજી ફગાવી દઇને મંજૂર કરેલ હોવાનો હુકમ કરેલ છે.

(11:36 am IST)