Gujarati News

Gujarati News

News of Friday, 13th March 2020

જુનાગઢ શ્યામ મહિલા મંડળ દ્વારા દેરાણી - જેઠાણી સન્માન કાર્યક્રમ યોજાયો

જુનાગઢ તા.૧૩: વિશ્વ મહિલા દિન નિમિતે શ્યામવાડી ખાતે શ્યામ મહિલા મંડળ દ્રારા આજનાં સમયમાં સંયુકત કુટુંબની ભાવના લુપ્ત થતી જણાય છે.ત્યારે સયુકત કુટુંબની ભાવના જળવાય રહે તેવા હેતુથી જે પરિવારમાં સાથે રહેતી દેરાણી જેઠાણીઓ છે તેમને સન્માનવાનું આયોજન સર્વપ્રથમ વખત કરી સમાજમાં એક સારો સંદેશ જાય એ માટે કરવામાં આવેલ.  સમાજ સયુંકત કુટુંબ ભાવનાનાં ઉદાહરણ રૂપે ૩ર દેરાણી જેઠાણીઓ આ આયોજનમાં ભાગ લીધો હતો.

આ દેરાણી જેઠાણી સન્માન કાર્યક્રમમાં જુનાગઢની વિવિધ ક્ષેત્રમાં આગવુ સ્થાન ધરાવતી પ્રદાન આપતી મહિલાઓ જેવી કે  મીતાબેન જવાહરભાઈ ચાવડા,  કોમલબેન તુષારભાઈ સુમેરા,.ગાયત્રી બેન જાની,  જયોતીબેન વાછાણી,  ગીતાબેન કોટેચા, સુષ્માબેન તન્ના,  આરતીબેન જોષી ઉપસ્થિત રહી સયુકત પરિવાર સાથે રહેવાથી થતા લાભ જણાવી આ ભાવના ખુબ જ વિકસે અને ભારતીય સંસ્કૃતી પણ જળવાઈ રહે તેવુ વ્યાખ્યાન આપી પોત્સાહીત કરેલ. આવો સમાજને પ્રેરણાદાયી કાર્યક્રમ જુનાગઢમાં સર્વપ્રથમ વખત યોજવા બદલ શ્યામ મહિલા મંડળનાં પ્રમુખશ્રીમતી મીનાબેન ધીરૂભાઈ ગોહેલ અને ટીમ અને આયોજકોને ખુબ ખુબ અભિનંદન પાઠવેલ.

દેરાણી જેઠાણી સન્માનનાં આયોજનમાં જ્ઞાતિરત્ન જ્ઞાતિ પ્રમુખ તેમજ મેયર ધીરૂભાઈ ગોહેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કન્વીનર કિશોરભાઇ ચોટલીયા દ્વારા વિશ્વ મહિલા દિન કેવી રીતે શરૂ થયો અને કયારથી ઉજવણી થઇ તેના વિશે વિશેષ માહિતી આપી હતી.  આ કાર્યક્રમમાં પ્રમુખ શ્રીમતી મીનાબેન ગોહેલ, મીનાબેન ચૌહાણ, જયોત્સનાબેન ટાંક, છાયાબેન ચોટલીયા, અરૂણાબેન ભાલીયા, ભાવનાબેન ચાવડા, કંચનબેન ચૌહાણ તેમજ શ્યામ મંડળની બહેનો કડયા સમાજનાં અગ્રણી ભાઈઓ બહેનો , ટ્રસ્ટીઓ, વિભાગીય પ્રમુખશ્રીઓ અને વિશાળ સંખ્યામાં સમાજનાં ભાઈઓ બહેનો,બાળકો ઉપસ્થિત રહી આયોજકોને પ્રોત્સાહન પુરુ પાડેલ.

આ આયોજનમાં શ્યામ મહિલા મંડળનાં કન્વીનર કિશોરભાઈ ચોટલીયા દ્વારા સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરવામાં આવેલ. સ્વાગત પ્રવતન મંત્રી જયોત્સનાબેન ટાંક અને આભારવિધિ  ભરતભાઈ ભાલીયા દ્વારા કરવામાં આવેલ.

(12:40 pm IST)