Gujarati News

Gujarati News

News of Friday, 13th March 2020

વાંકાનેરના ઠીકરીયાળા ગામે કોળી સમાજનો સમુહ લગ્નોત્સવ યોજાયો

વાંકાનેર તા. ૧૩ :.. શ્રી માંધાતા તળપદા કોળી સમાજ સમુહ લગ્ન સમિતિ વાંકાનેર દ્વારા ઠીકરીયાળા ખાતે યોજાયેલ અગીયારમો સમુહ લગ્નોત્સવ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.

ગત તા. ૧૧ ને બુધવારે ઠીકરીયાળા બાઉન્ડ્રી  ચોકડી ખાતે યોજાયેલા આ ભવ્ય સમુહ લગ્નોત્સવમાં ત્રીસ હજારથી વધુ જ્ઞાતિજનોએ સમુહ ભોજન અને પ્રસાદ લીધો હતો.

આ પ્રસંગે સમસ્ત કોળી સમાજે હાજર રહી ને નવદંપતિઓને આશિર્વાદ આપ્યા હતાં. ઉપરોકત સમુહ લગ્ન સમિતિ દ્વારા અત્યાર સુધી ૮પ૦ થી વધુ દિકરીઓને સમુહ લગ્નમાં સામેલ કરી, ઘર સંસાર સાથે સોના-ચાંદીના દાગીન સાથે ૧૦૦ થી વધુ ઘર વખરીનો કરીયાવર અપાયો છે.

આ સમુહલગ્નની ગામ વાઇઝ સમિતિઓ તથા દાતાઓનું અને મુખ્ય મહેમાનોનું શીલ્ડ તથા ફુલહાર કરીને સન્માન કરવામાં આવેલ હતું. સમગ્ર સમુહ લગ્નોત્સવ કાર્યક્રમનું આયોજન માંધાતા તળપદા કોળી સમાજ સમુહ લગ્ન સમિતિ વાંકાનેરના વજુભાઇ કે. ભાલીયા, રતિલાલ જી. અણીયારીયા, રમેશભાઇ એચ. ધોરીયા, ધનાભાઇ એન. ચાવડા, ગોરધનભાઇ પી. સરવૈયા, માવજીભાઇ એચ. નાકીયા, દેવશીભાઇ વી. સાપરા, રામજીભાઇ જી. ધરજીયા, ગાંડુભાઇ એલ. ધરજીયા, છેલાભાઇ શાપરા, કિશોરભાઇ, આર. સાકરીયા દ્વારા થયુ હતું અને સમુહ લગ્નના સ્ટેજ પર તળપદા કોળી સમાજના અગ્રણી ગોરધનભાઇ સરવૈયાએ કરેલ અને વધુમાં તેઓએ જણાવેલ કે વાંકાનેર તાલુકાના કોળી સમાજના આ મોટામાં મોટા ૬૦ નવ દંપતિઓના લગ્ન પ્રસંગમાં તમામ વ્યવસ્થા ગોઠવવા બદલ વિવિધ સમિતિઓનો અને મહેમાનોનો આભાર વ્યકત કરેલ હતો.

(11:37 am IST)