Gujarati News

Gujarati News

News of Wednesday, 13th March 2019

વડીયા ગ્રામપંચાયત કચેરીનો સ્ટાફ હડતાલ પર

વડીયા ગ્રામપંચાયત કચેરીના સફાઇ, લાઇટ, પાણીના કર્મચારીઓના છેલ્લા ત્રણ મહિનાથી પગાર ન થતા કર્મચારીઓ આજથી ઉતર્યા હડતાલ ઉપર જયાં સુધી એકી સાથે ત્રણ મહિનાનો પગાર નહીં ચૂકવાય ત્યાં સુધી લાઇટ, પાણી તેમજ વડીયા શહેરની સફાઇ સહિતના કર્મચારીઓની હડતાલ રહેશે યથાવત વડીયા પંચાયતના ગ્રાઉન્ડ ખાતે તમામ કર્મચારીઓ બેસીને ધરણા કર્યા શરૂ જયારે આ અંગે વડીયાના સરપંચ રમાબહેન ઢોલરીયાને પૂછતાં તેણે જણાવેલ કે વડીયા ગ્રામ પંચાયતમાં ફકતને ફકત સરકારી ગ્રાન્ટ ૬૫ હજાર જેવી રકમ આવે છે અને માત્રને માત્ર બીજી આવક વેરાવસુલાત સિવાય કોઇ આવક નથી અને સરપંચ દ્વારા ગ્રામજનોને અપીલ છે કે વેરા ભરી જવા જેથી કરીને અમો ટાઇમસર કર્મચારીઓના પગાર ચૂકવી શકીએ જોકે અમો પંચાયત દ્વારા પણ લહેણાં વેરા વસુલાત માટે પંચાયત દ્વારા વ્યકિતઓને નોટિસ આપેલ છે. તસ્વીરમાં હડતાલ પર બેઠેલા કર્મચારીઓ નજરે પડે છે.(૨૩.૩)

(11:54 am IST)