Gujarati News

Gujarati News

News of Wednesday, 13th March 2019

જામનગર : વીજ બીલ માફી યોજનાના ગ્રામીણ અને શહેરનો ભેદભાવ દૂર કરવા રજૂઆત

જામનગર તા.૧૩ : તમામ શહેરી વિસ્તારોના નોન બીપીએલ કાર્ડધારકોને રૂપિયા ૫૦૦ ભરી બાકીની રકમમાં વીજબીલ માફી યોજનાનો લાભ આપવા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા સતાવાળાઓને રજૂઆત કરી છે.

સરકાર દ્વારા જયારે ગ્રામ્ય વિસ્તારના લોકોને આ લાભ અપાયેલ છે ત્યારે શહેરી વિસ્તારના લોકોને આ યોજનાનો લાભ ના આપી સરકારે ભેદભાવ જેવું વલણ દાખવેલ જોવા મળે છે. ગ્રામ્ય વિસ્તારના બીપીએસ કાર્ડધારકોને આ યોજનાનો લાભ મળે તેવી માંગણી રજૂઆત કરી છે.(૪૫.૨)

(11:51 am IST)