Gujarati News

Gujarati News

News of Wednesday, 13th March 2019

જામકંડોરણા તાલુકા ઇ-ગ્રામ વી.સી.ઇ. મંડળ દ્વારા આવેદન

લઘુતમ વેતન આપી કાયમી કર્મચારીને મળતા લાભ આપવાની માંગ સાથે

જામકંડોરણા, તા. ૧૩ : તાલુકાના વી.સી.ઇ. કર્મચારીઓએ તાલુકા વિકાસ અધિકારી તેમજ મામલતદારને આવેદનપત્ર પાઠવી જણાવેલ છે કે ગુજરાત સરકારની ઇ-ગ્રામ યોજના હેઠળ વી.સી.ઇ. તરીકે છેલ્લા ઘણા વર્ષોથી કોમ્પ્યુટરની કામગરીી નિભાવીએ છીએ તેવા ખરા અર્થમાં ડીઝીટલ કર્મયોગીઓ હાલ આર્થીક બેહાલ છે. ગુજરાત સરકારનો ડીજીટલ એજન્ડા છેવાડાના નાગરિક સુધી પહોંચાડવામાં એક મહતવની કડીરૂપ છીએ છતાં પણ તરફથી કોઇપણ જાતના લાભ કે રક્ષણ આપવામાં આવતું નથી. હાલમાં જ ભારત સરકારશ્રીની પ્રધાનમંત્રી કિશાન સન્માન નીધિ યોજનાની કામગીરીમાં રાજયભરના વી.સી.ઇ. દ્વારા રાત દિવસ જાગરા કરીને સરકારશ્રીની યોજનાને છેવાડાના ખેડૂત સુધી પહોંચાડવામાં સિંહફાળો આપેલ. ભવિષ્યમાં પણ અનેક સરકારી કામગીરીમાં કામગીરી જરૂરીયાત હોય કાયમી કર્મચારી ગણીને મળતા લાભો મળે તે બાબતે સરકારરી ગંભીરતાપૂર્વક વિચારણા કરે તેવી માંગ કરવામાં આવેલ છે.(૮.૮) 

(11:45 am IST)