Gujarati News

Gujarati News

News of Wednesday, 13th March 2019

કોટડાસાંગાણીની રાધીકા જવેલર્સના ચેક રિટર્ન કેસમાં આરોપીનો નિર્દોષ છૂટકારો

રાજકોટ તા.૧૨: કોટડાસાંગાણીના રાધીકા જવેલર્સના માલીક સંજીવભાઇ નરોતમભાઇ લોઢીયાએ કોટડાસાંગાણીના રાજેશભાઇ મયાભાઇ ચોરીયા સામે કરેલ ચેક રીર્ટન કેસમાં કોટડાસાંગાણી કોર્ટના જયુડી.મેજી. શ્રી ડી.સી.ગોહીલે આરોપી રાજેશભાઇ મયાભાઇ ચોરીયાને નીર્દોષ છોડવાનો હુકમ ફરમાવ્યો.

આ કામે ફરીયાદની ફરીયાદની ટુંકમાં હકીકત એવી છે કે, આ કામના ફરીયાદી કોટડાસાંગાણી ગામે ઉપરોકત સરનામે તેમના કુટુંબ સાથે રહે છે અને કોટડાસાંગાણી મુકામે સરદાર ચોકમાં રાધીકા જવેલર્સ ના નામે વ્યવસાય કરે છે અને પેઢીનુ સંચાલન કરે છે અને તેના તે પ્રોપરાઇટર માલિક છે જયારે આ કામના આરોપી ખેતી અને વેપાર કરે છે અને આ કામના આરોપી તથા ફરીયાદી એકજ ગામના હોય અને એકબીજાને ઓળખતા હોય આ કામના આરોપી ફરીયાદીની દુકાને અવારનવાર આવતા હોય તે રીતે એકબીજા સાથે સંબંધ બંધાયેલો હતો. ઉધારમાલ આપેલ જે પૈકી બાકીની રકમ રૂા.૪૦ હજારનો આપેલ ચેક પાછો ફરતા કોર્ટેમાં ફરિયાદ કરેલ હતી.

બચાવપક્ષની દલીલ અદાલતે માન્ય રાખી એવું અનુમાન કરેલ કે ''કોઇપણ કેસમાં થયેલ સમાધાન કે તેની વાતચીત કબુલાત ગણી શકાય નહી અને તેથી ફરીયાદ પક્ષ પોતાનો કેસ સાબીત કરવાનો બોજો જતો રહેતો નથી.''

આમ, તમામ દલીલો અને કેસની ઉલટતપાસને ધ્યાને લઇ આ કેસના આરોપી રાજેશભાઇ મયાભાઇ ચોરીયાને ચેક રીર્ટન કેસમાં કોટડાસાંગાણીના જયુડી. મેજી. શ્રી ડી.સી.ગોહીલે નીર્દોષ છોડવાનો હુકમ ફરમાવેલ છે.

આ કેસમાં આરોપી રાજેશભાઇ મયાભાઇ ચોરીયા વતી રાજકોટના વૈદેહી એસોસીએટસના યુવા ધારાશાસ્ત્રી શ્રી રાજેશ બી.ચાવડા, જીજ્ઞેશ યાદવ, ધારા મકવાણા, સોની જીવરાજાની, જયોતી શુકલ, નયના મઢવી, હેમા સોલંકી, કે.બી.ચાવડા, વીપુલ ભટ્ટ તથા રજનીકાંત ગજેરા, વીગેરે રોકાયેલ હતા.(૧૭.૨૭)

 

(11:40 am IST)