Gujarati News

Gujarati News

News of Saturday, 13th February 2021

સાંજે વિજયભાઇ રૂપાણી - સી.આર.પાટીલ જામનગરમાં ૨ ચૂંટણી સભા સંબોધશે

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ૧૩ : આગામી મહાનગર પાલિકાની ચૂંટણીના સંદર્ભે પ્રચારકાર્યનો શુભારંભ થઇ ચૂક્‍યો છે ત્‍યારે આજે મુખ્‍યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી જામનગર મહાનગરપાલિકા માટે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોના સમર્થનમાં પ્રચારનો શુભારંભ કરાવશે.

મુખ્‍યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી આજે જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી અંતર્ગત શહેરના ધનવંતરી મેદાન અને ચાંદી બજાર ખાતે સભાને સંબોધિત કરશે. જામનગર મહાનગરપાલિકાના કુલ ૧૬ વોર્ડના ૬૪ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોના સમર્થનમાં મુખ્‍યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી પ્રચાર અને સભાને સંબોધિત કરવાના છે

મુખ્‍યમંત્રી વિજયભાઈ રૂપાણીની ચૂંટણીલક્ષી સભામાં પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ, રાજય સરકારના મંત્રીઓ આર.સી.ફળદુ અને ધર્મેન્‍દ્રસિંહ જાડેજા, સાંસદ પૂનમબેન માડમ, શહેર ભાજપ અધ્‍યક્ષ વિમલભાઈ કગથરા સહિત પૂર્વ મેયરો અને મોટી સંખ્‍યામાં ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્‍થિત રહેશે

(1:38 pm IST)