Gujarati News

Gujarati News

News of Saturday, 13th February 2021

જૂનાગઢ સિંધી લોહાણા સમાજના પ્રમુખ તરીકે સુગનોમલ ડોડોમલ

જનરલ રિયાસત નવા હોદ્દેદારો તેમજ નવી કારોબારી તથા સમિતિના સભ્‍યોની નિયુકિત

જૂનાગઢ, તા. ૧૩ : જૂનાગઢમાં સિંધી સર્વાંગ ઉત્‍કર્ષના કામો કરતાં સિન્‍ધી લોહાણા રિયાસત જનરલ પંચાયતના નવા હોદ્દેદારોની અગાઉ પ્રમુખ એમ.એન. લાલવાણીના અધ્‍યક્ષસ્‍થાને વરણી કરવામાં આવી હતી. જેમાં ફાઉન્‍ડર ચેરમેન તરીકે એમ.એન. લાલવાણી, પ્રમુખ - સુગનોમલ ડોડોમલ રામાણી, મહામંત્રી - વિરભાન નિર્ભયદાસ આહુજા, ઉપપ્રમુખ - રાજુભાઈ નંદવાણી, ગોપાલદાસ બાલવાણી, મુલચંદ લક્ષ્મણદાસ આનંદવાણી, ખજાનચી - રમેશભાઈ અરજનદાસ સોમાણી, મંત્રી - અશોકભાઈ નાનવાણી, ચંદુભાઈ ક્રિપલાણી, પ્રતિકભાઈ લાલવાણીની નિમણુંક કરેલ હતી. ત્‍યારબાદ તમામ આગેવાનો તેમજ હોદ્દેદારોની એક મીટીંગ ઝુલેલાલ વાડી ખાતે યોજવામાં આવેલ. જેમાં સલાહકાર સમિતિ નરેન્‍દ્રભાઈ મુલચંદાણી, મોહનદાસ બોદારામ પંજાબી, સુનિલભાઈ નાવાણી, દિલીપભાઈ બહેરવાણી, હરેશભાઈ ગોધવાણી, ચંદ્રકાંત લક્ષ્મણદાસ કિશનચંદ કાંજાણી, નાનકરામ હરીયાણી, મોટુમલ હાસારામ, હરેશભાઈ મોરંદાણી, દાસુમલ ઝગમટલ, કારોબારી સમિતિ દિપકભાઈ લાલવાણી, અશોકભાઈ વાસવાણી, ધનરાજ આનંદવાણી, સુખદેવસિંઘ આયલસિંઘાણી, કે.ટી.દુબે, મનસુખલાલ વિધાણી, સુરેશકુમાર જીવનાણી, મહેશકુમાર હરવાણી, નરેશભાઈ વાસવાણી, હરેશભાઈ હરવાણી, સંજયભાઈ ધીરવાણી, લચ્‍છુભાઈ સખીજા, હરેશભાઈ ક્રિપ્‍લાણી, જગદીશભાઈ રતનાણી, શ્રીભાઈ સાવલાણી, લલીતભાઈ ગોધવાણી, ચંદુભાઈ બુટાણી, રાજેશભાઈ રામરખીયાણી, ધનરાજભાઈ ટીલવાણી. આ મુજબ બધાની સર્વાનુમતે નિમણુંક કરવામાં આવેલ.

 તદ્દઉપરાંત આ મીટીંગમાં જનરલ સિંધી રિયાસત પંચાયતના તમામ વિસ્‍તારમાંથી યુવા સમિતિની રચના કરવા માટે (૧) અંકિતભાઈ મદનાણી (૨) ધર્મેન્‍દ્રભાઈ નંદવાણી (૩) મનીષભાઈ આહુજા (૪) મુકેશભાઈ રહેજાની નિમણુંક કરવામાં આવેલ.

રાજુભાઈ નંદવાણીના અવસાન થતા ઉપપ્રમુખ તરીકે લચ્‍છુભાઇ નંદવાણીની સર્વાનુમતે નિમણુંક કરવામાં આવેલ અને હરીભાઈ આનંદવાણીની પ્રમુખ સ્‍થાનેથી સેક્રેટરી તરીકે નિમણુંક કરવામાં આવેલ છે. તેની સંસ્‍થાની યાદીમાં જણાવાયુ છે.

(1:01 pm IST)