Gujarati News

Gujarati News

News of Saturday, 13th February 2021

પોરબંદર જિલ્લામાં ભાજપ દ્વારા પક્ષના નિયમોનો અમલઃ વિવિધ પદ ઉપરના ૧૩ હોદ્ેદારોના રાજીનામાં

(પરેશ પારેખ દ્વારા), પોરબંદર,તા.૧૩: પ્રદેશ ભાજપ દ્વારા ચૂંટણીને લઈ ઘડેલા નિયમોનો જિલ્લામાં અમલ શરૂ થયેલ છે અને વિવિધ પદ ઉપર રહેલા ભાજપના ૧૩ અગ્રણી હોદ્દારોએ રાજીનામા આપી દીધા છે.

વિવિધ પદ ઉપર રહેલા ભાજપના હોદ્ેદારોમાં  ચેતનાબેન તિવારી મહિલા મોરચા જિલ્લા પ્રમુખ, હિતેશ કારિયા જિલ્લા કોસા અધ્યક્ષ, મિતેષ પોસ્તરિયા ઉપપ્રમુખ પોરબંદર શહેર, મહેન્દ્રસીહ ચાવડા મહામંત્રી પોરબંદર શહેર, સરોજબેન કકકડ જિલ્લા મહામંત્રી મહિલા મોરચા, દિપક વાઘેલા અનુસૂચિત જાતિ મોરચા, ભૂરા ભાઈ કેશવાલા તાલુકા સંગઠનના પ્રમુખ, અળસીભાઈ ખૂંટી તાલુકા મહામંત્રી, રાણાવાવ તાલુકા પ્રમુખ સાંગાભાઇ મોદી, કુતિયાણા તાલુકા પ્રમુખ મશરીભાઈ ખૂંટી, ભનુભાઇ ઓડેદરા કુતિયાણા તાલુકા મહામંત્રી, જિલ્લા ઉપપ્રમુખ કારૂભાઇ ભુવા, મંજુલાબેન ડોડીયા જિલ્લા મંત્રીએ પક્ષના નિયમ મુજબ રાજીનામા આવી રહેલ છે.

પોરબંદર જિલ્લાની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉમેદવારોને મેન્ડેડ આપ્યા બાદ તેના પરિવારમાં જો કોઈ વ્યકિત સંગઠનના હોદા પર હોય તો તેને રાજીનામુ આપવું ફરજીયાત છે જેના ભાગ રૂપે પોરબંદરમાં કામગીરી શરુ થઈ ચુકી છે મોડી રાત સુધીમાં તમામના રાજીનામા આવી જાશે . તેમ પંકજભાઇ મજીઠીયાએ જણાવ્યું હતું.

(12:45 pm IST)