Gujarati News

Gujarati News

News of Saturday, 13th February 2021

વડિયાના કુંકાવાવમાં પતિ ઉપર છરી વડે હુમલો

પતિ-પત્નિ અને સસરાને ધમકી આપ્યાની ફરિયાદ

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા. ૧૩ :. કુંકાવાવમાં રહેતી પરિણિતા તેના વાડામાં કામ કરતા હોય ત્યાં તે જ ગામના કરમણદાદા આહિર દારૂ પીધેલ હાલતમાં આવી છેડતી કરતા રાડારાડ કરતા છરીનો ઘા કરતા પતિ વિશાલભાઈ ડાભીને ચરકો કરી ઈજા કરતા સસરા રમેશભાઈ આવી જતા આરોપીને પકડી રાખતા ધમકી આપ્યાની વડિયા પોલીસ મથકમાં કોમલબેને ફરીયાદ નોંધાવી છે.

મોટા દેવળીયા અને ચલાલામાં જુગાર રમતા ૭ ઝડપાયાઃ ૨ ફરાર

બાબરા તાલુકાના મોટા દેવળીયા ગામે જાહેરમાં જુગાર રમતા રમેશ જસમત ગોંડલીયા, કનુ લખમણ મકવાણાને લોકરક્ષક મહેશભાઈ ચૌહાણે રોકડ તેમજ ત્રણ બાઈક મળી રૂ. ૪૦ હજારના મુદ્દામાલ સાથે ઝડપી પાડેલ જ્યારે રેડ દરમ્યાન જોરૂ ઉર્ફે ઘુઘા ભનુ રાઠોડ, ફોફા રામ ભરવાડ નાસી છૂટયા હતા. ચલાલામાં પૃથ્વીરાજ ભરત ચૌહાણ, રસીક ધનજી દાફડા, હાર્દિક નારણ ખેતરીયા, મહેશ જયંતી પરમાર, મહેશ સોમા દાફડાને હેડ કોન્સ. સુમિતભાઈ મંડિરે રોકડ રૂ. ૯૭૦ના મુદામાલ સાથે ઝડપી પાડયા હતા.

ગોરાણા ગામે પ્રૌઢ ઉપર હુમલો

ખાંભા તાલુકાના ગોરાણા ગામે રહેતા ઉમેશભાઈ ભાણભાઈ કોટીલા (ઉ.વ. ૪૨)ના ખેતર પાસે જગદીશ કાળા સોંડાગર ગાળો બોલતા સમજાવવા જતા ગાળો બોલી ઢીકાપાટુનો મુંઢમાર મારી ધમકી આપ્યાની ખાંભા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

(12:41 pm IST)