Gujarati News

Gujarati News

News of Saturday, 13th February 2021

ટંકારા તાલુકા પંચાયત માટે ભાજપે ટિકીટો ન આપતા પત્રકારના પત્‍નીએ અપક્ષ તરીકે ફોર્મ ભર્યુ

ટંકારા,તા.૧૩ :  ટંકારા ભાજપમાં બળવો થયેલ છે. યુવાભાજપ મહા મંત્રી ભાવિનભાઈ સેજપાલે તાલુકા પંચાયત સીટ પર અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી છે.

ટંકારા તાલુકા પંચાયત ની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારો ની પસંદગીમાં ઈતર જ્ઞાતિઓને એક પણ સીટ ન આપી અન્‍યાય થતાં લોકોમાં રોષ ફેલાયેલ છે. ટંકારા તાલુકા પંચાયત ની ટંકારા -૧ સીટ મહિલા અનામત છે.તે માટે યુવા ભાજપના મહામંત્રી ભાવિન સેજપાલે  તેમની પત્‍ની ચાર્મી બેન માટે ટિકિટની માગણી કરેલ. પરંતુ ભાજપ પાર્ટી દ્વારા ટિકિટ ફાળવવામાં ના આવતા યુવા યુવા ભાજપ મહામંત્રી તથા પત્રકાર ભાવિનભાઈ સેજપાલે પોતાની પત્‍ની ચાર્મી બેન નું અપક્ષ ઉમેદવાર તરીકે  ફોર્મ ભરેલ છે .

તેમના ટેકામાં લોહાણા સમાજના તથા જીવાપરા શેરીના યુવાનો માજી સરપંચ કાનાભાઈ ત્રિવેદી, રાજુભાઈ મહેતા , અરજણભાઇ ભરવાડ, ચોથુભાઈ ભરવાડ નલીનભાઇ આશર સહીત અનેક યુવાનો ટેકામાં જોડાયેલ. વાજતે ગાજતે   મામલતદાર કચેરીમાં ફોર્મ ભરેલ છે.

(12:10 pm IST)