Gujarati News

Gujarati News

News of Saturday, 13th February 2021

ભાવનગર સર ટી હોસ્‍પિટલના ઓર્થોપેડિક વિભાગમાં પ્રથમ વખત નવી સર્જરી કરાઇ

 (મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૧૩ :  સર ટી.હોસ્‍પિટલના ઓર્થોપેડિક વિભાગમાં પ્રથમ વખત કમરના મણકામાં ટીબીનું નિદાન થયેલ મહિલા દર્દીની પાંસળીઓ ખોલીને સફળ સર્જરી કરવામાં આવી હતી.

પાલિતાણા તાલુકાના નાનીમાળ ગામના ગીતાબેન ભરતભાઈ ચાવડાને છેલ્લા ત્રણ વર્ષથી કમરનો દુખાવો હતો, છેલ્લા ચાર માસથી તેઓ પથારીવશ હતા.મેડિકલ તપાસમાં તેમને મણકામાં ટીબી હોવાથી ત્રણ મણકા નષ્ટ થઈ ગયા હતા.આ દર્દીને ભાવનગરની સર ટી.હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવ્‍યા બાદ ઓર્થોપેડિક વિભાગમાં તેમની છાતીની પાંસળીઓ ખોલીને મણકામાં સ્‍ક્રુ બેસાડવાની સફળ સર્જરી કરવામાં આવી હતી.

આ સર્જરીમાં ઓર્થોપેડિક વિભાગના વડા ડો.વિનિદ ગૌતમ,ડો.ચેતન રાઠોડ,ડો.ચિરંજી સૈની,ડો.સુમિત જૈન,એનેસ્‍થેસિયા વિભાગના ડો.ચૈતાલી તેમજ નર્સિંગ સ્‍ટાફ જોડાયો હતો.

(10:52 am IST)