Gujarati News

Gujarati News

News of Saturday, 13th February 2021

ઉનાના ખજૂદ્રા સામાકાંઠા વિસ્‍તારના લોકો દ્વારા મતદાનનો બહિષ્‍કાર : પુલનું કામ નહી થતાં રોષ

(નીરવ ગઢીયા દ્વારા) ઉના,તા. ૧૩: ખજુદ્રા ગામના સામાકાંઠા વિસ્‍તારના લોકોએ સ્‍થાનિક સ્‍વરાજયની ચુંટણીના મતદાનનો બહિષ્‍કાર કરીને શાહી નદી ઉપર પુલ (નાલુ) બનાવવા તંત્ર ધ્‍યા આપતુ ન હોય રોષ વ્‍યકત કર્યો છે.

ખજુદ્રા ગામના શાહી નદીની અંદર પુલ નાળુ નેતાઓ સરકારી તંત્ર દ્વારા ન બનાવતા શાહી નદી કિનારે વસતા અનેક પરિવારના લોકો ને પડતી મુશ્‍કેલીઓ સહન કરવી પડે છે. ત્‍યારે સ્‍થાનિક લોકો સાથે મળી ખજુદ્રા ગ્રામ પંચાયત કચેરી ખાતે સરપંચ ભાણજી ભાઈ સોલંકી ને રૂબરૂ આવેદન પત્ર પાઠવી અને પોસ્‍ટ ઓફિસ મારફતે ઉના પ્રાંત કચેરી લેખિત રજૂઆત કરી હતી અને આગામી સ્‍થાનિક સ્‍વરાજય ની ચુંટણી નો બહિષ્‍કાર કર્યો હતો. અને રોડ રસ્‍તાઓ પર બેનર બોર્ડ મારી સ્‍થાનિક ચુંટણીનો વિરોધ કર્યો હતો ખજુદ્રા ગામ ના સામાકાંઠા વિસ્‍તારના અનેક પરિવારના લોકો એ વર્ષો થી સરકારી અધિકારીઓ અને સ્‍થાનિક નેતાઓને રજુઆત કરી ચુકયા છે. અત્‍યાર સુધી બે થી ત્રણ લોકોના શાહી નદીની અંદર પુરમા તણાઈ જવાથી મૃત્‍યુ થયા છે અનેક પ્રાણીઓ પણ ભોગ બન્‍યા છે. સતત પાંચ વર્ષથી સ્‍થાનિક લોકો રજુઆત કરી રહ્યા છે અને શાહી નદી પર પુલ નાળુ બનાવવા માટે ચુંટણી સમયે નેતાઓ વસનો આપી જાય છે અને ચુંટણી પૂરી થઈ ગયા પછી કોઈ અધિકારીઓ કે સરકારી તંત્ર શાહી નદીના કિનારે વસતા લોકો માટેની કાયમી સમસ્‍યાનો હલ માટે આવતા નથી ખાસ કરીને ખજુદ્રા ગામથી ગરાળ બાય પાસ રસ્‍તો શાહી નદી પરથી પસાર થાય સે જેના કારણે ચોમાસા દરમ્‍યાન હજારો લોકોને અનેક ગણી મુશ્‍કેલીઓ નો સામનો કરવો પડી રહ્યો છે.

(11:23 am IST)