Gujarati News

Gujarati News

News of Wednesday, 13th February 2019

પોરબંદરના ઓડદરમાં પ્રેમસંબંધની ના પાડતા મહિલાની હત્યા

હત્યા બાદ આરોપીનો ગળેફાંસો ખાઇને આપઘાતનો પ્રયાસ : પોરબંદર હોસ્પિટલે ખસેડાયો : મહિલાના ગળામાં તલવારના ઘા મારેલ

 પોરબંદર, તા. ૧૩ : તાલુકાના ઓડદરમાં મહિલાની હત્યા બાદ આરોપીનો ગળેફાંસો ખાઇને આપઘાતનો પ્રયાસ કરતા પોરબંદરની સરકારી ભાવસિંહજી હોસ્પિટલે સારવારમાં ખસેડાયેલ છે.

 ઓડદરમાં લાભુબેન દેવશીભાઇ આંત્રોલિયા (ઉ.૫૫)ને ભુરા લાખા ઓડેદરા સાથે લાંબાસમયથી પ્રેમસંબંધ હોય અને આ પ્રેમ સંબંધ રાખવાની મહિલાએ ના પાડતા ભૂરા લાખા આવેશમાં આવી જઇને લાભુબેનના ગળા ઉપર તલવારના ઘા મારી હત્યા નીપજાવી હતી

આરોપી ભૂરા લાખાએ હત્યા કર્યા બાદ ઝાડ ઉપર લટકીને ગળેફાંસો ખાઇને આપઘાતનો પ્રયાસ કરતા તેમને પોરબંદરની ભાવસિંહજી સરકારી હોસ્પિટલે સારવાર માટે ખસેડાયેલ છે. મહિલાએ આરોપીને પ્રેમસંબંધ નહીં રાખવા તથા હવે પછી મળવા આવવાની ના પાડતા ભૂરા લાખા આવેશમાં આવીને લાભુબેનના ગળામાં તલવારના જીવલેણ ઘા ઝીંકયા હતાં. (૮.પ)

(11:36 am IST)