Gujarati News

Gujarati News

News of Wednesday, 13th February 2019

ઉપલેટામાં કિસાન સન્માન નિધિ યોજનાના હપ્તાની ચુકવણીનો પ્રારંભ

ઉપલેટા, તા.૧૩: શહેરમાં મામલતદાર કચેરી ખાતે કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત બે હેકટરથી ઓછી કે બે હેકટર સુધી જમીન ધરાવતા ખાતેદારોને મળનાર રૂ. ૬૦૦૦/- ની સહાય રૂપિયા બે-બે હજારના ત્રણ હપ્તે ચૂકવાશે. જેનો રૂ. ૨૦૦૦/- નો પ્રથમ હપ્તો તા. ૧૧/૨/૧૯ ને સોમવાર થી તા. ૧૬/૨/૧૯ ને શનિવાર એમ છ દિવસ સુધી સવારે ૯:૦૦ થી સાંજના ૬:૩૦ કલાક સુધી આ યોજનાનો પ્રારંભ થઈ ચૂકયો છે.

આ યોજનાનો લાભ મેળવવા ઉપલેટા શહેરના ખાતેદારોને મામલતદાર કચેરી, ઉપલેટા તાલુકાના ભાયાવદરના ખાતેદારોને ભાયાવદર ખાતે આવેલ નાયબ મામલતદાર કચેરીએ તેમજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારના ખાતેદારોની પોત-પોતાના ગ્રામ પંચાયત ખાતે તલાટી મંત્રી અથવા વી.સી. ને નોંધણી કરાવવાની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં અરજદારોએ ગામ નમૂના ૭,અ ૭-અ, ત્જ્લ્ઘ્ કોડવાળી બેંક પાસબુકની નકલ, આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ કે ડ્રાઈવિંગ લાઈસન્સમાંથી કોઈપણ એકની પ્રમાણિત નકલ રજુ કરવાની રહેશે.

આ લાભ તા. ૧/૨/૧૯ની સ્થિતિએ ૭/૧૨ માં નામ હોય તેવા વ્યકિતગત ખેડૂત તરીકે બે હેકટર સુધી જમીન ધરાવતા હોય અથવા તેથી ઓછી જમીન હોય તેવા તમામ સ્વતંત્ર ખેડૂત કુટુંબને આ લાભ મળવાપાત્ર રહેશે. દરેક ખાતેદારોને આ માટેનો લાભ લેવા માટે ઉપલેટા મામલતદાર કે.બી. સોલંકી, નાયબ મામલતદારશ્રીઓ બોરખતરીયા, ડી. એન. લુવા, દેવાભાઈ કંડોરીયા એ અપીલ કરી છે.(૨૩.૨)

(11:36 am IST)