Gujarati News

Gujarati News

News of Wednesday, 13th February 2019

ઉનામાં વણકર સમાજના સમુહલગ્ન

ઉના ઃ વેરાવળ રોડ ઉપર આવેલ શુભમ બાગનાં સંકુલમાં શ્રી વણકર સમાજ સર્વોદય ફાઉન્ડેશન દ્વારા ૧૧મો સમુહલગ્નોત્સવ ભવ્ય રીતે ઉજવાયો હતો. જેમાં ઉના-ગીરગઢડા-જાફરાબાદ તાલુકા -દિવ જિલ્લા માંથી વણકર સમાજનાં ૧૧ યુવકો-યુવતીઓએ પ્રભુતામાં પગલા પાડી ધાર્મિક વિધિથી લગ્નગ્રંથીએ જોડાયા હતા. કાર્યક્રમને સફળ બનાવવા વણકર સમાજ સર્વોદય ફાઉન્ડેશન ઉનાનાં પ્રમુખ ડોકટર હમીરભાઇ કબાભાઇ ગોહિલ તથા ઉપપ્રમુખ ડો. જશુભાઇ ગીગાભાઇ બાંભણીયાની આગેવાની હેઠળ કારોબારી સમિતિનાં આગેવાનો તથા જ્ઞાતિજનોએ જહેમત ઉઠાવી સમાજની એકતાનાં દર્શન કરાવી સફળ બનાવ્યો હતો. પ્રભુતામાં પગલા માંડનાર નવદંપતિઓની તસ્વીર.(૧.૮)

(2:02 pm IST)