Gujarati News

Gujarati News

News of Tuesday, 12th February 2019

જામનગરમાં નકલી મેજર ઝડપાયો : આર્મી ચીફના પ્રમણપત્રો અને ડ્રેસ ધારણ કરતો શખ્શ ઝડપાતા સનસનાટી

 

જામનગર નજીક ખાનગી ઇન્ડસ્ટ્રીઝમાં સિક્યોરિટી ઓફિસર તરીકે ફરજ બજાવતા શખ્સે આર્મી મેજર નો ડ્રેસ ધારણ કરી રોફ જમાવતા અને આર્મી ચીફના પ્રમાણપત્રો શર્ટમાં ધારણ કરેલ મળી આવતા સનસનાટી મચી ગઈ હતી. આર્મીના અધિકારી શખ્સ વિરુદ્ધ મેઘપર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

 જામનગરની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ કંપનીમાં ટાઉનશીપમાં રહેતા અને કંપનીમાં સિક્યુરિટી ઓફિસર તરીકે ફરજ બજાવતા હરિયાણા રાજ્યના હિસાર જિલ્લાના વિકાસ વિજય સાંગવાન પોતે આર્મી મેન મેજરના હોવા છતાં આર્મી મેજરનો યુનિફોર્મ ધારણ કર્યો હતો. જેમાં અમદાવાદ કેન્ટનો ફોર્મેશન સાઈન તથા સર્વિસ રીબીન તેમજ રાષ્ટ્રીય રાઇફલનો સિમ્બોલ મિસાઈલ બેઝ તથા આર્મી ચીફ પ્રમાણપત્ર અને જીઓસી પ્રમાણપત્ર સહીતની સામગ્રી શર્ટમાં ધારણ કરી હતી.

  શખ્સ આર્મી મેન ના હોવા છતાં આર્મીનો યુનિફોર્મ ધારણ કર્યો હતો. જેથી ભુજ આર્મી કેન્ટ એરિયાના ઓફિસર રાજેશ શનાભાઈ રાઠોડે નકલી આર્મી મેન સામે મેઘપર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને પોલીસે શખ્સની ધરપકડ કરવા સહીતની કાર્યવાહી હાથ ધરી છે.

(12:13 am IST)
  • RSS ને નિશાન બનાવીને અખિલેશે કહયું કે ભાજપના નેતાઓ બે શપથ લે છે પરંતુ તેઓ માત્ર એકને જ વફાદાર છે : ભાજપ ભારતના બંધારણ કરતા RSS ને વધુ વફાદાર છેઃ અખિલેશ યાદવ access_time 3:20 pm IST

  • જમ્મુ-કાશ્મીરમાં કેન્દ્ર સરકાર આગ સાથે રમત રમી રહી છે :પૂર્વ મુખ્યમંત્રી મહેબુબા મુફ્તીએ આરોપ લગાવ્યો હતો કે કેન્દ્ર સરકાર રાજ્યપાલ મારફત જે નિર્ણય લેવડાવે છે તે જમ્મુ કાશ્મીરના લોકો અને જનભાવના વિરુદ્ધ છે access_time 1:20 am IST

  • દિલ્હીના પશ્ચિમ પુરીની ઝૂંપડપટ્ટીમાં ભીષણ આગઃ ૨૫૦ ઝૂંપડાં ખાક access_time 3:32 pm IST