Gujarati News

Gujarati News

News of Tuesday, 13th February 2018

શ્રી સોમનાથ મહાદેવની ભવ્ય પાલખીયાત્રાઃ અંજલીબેન રૂપાણી - નિતીનભાઇ ભારદ્વાજની ઉપસ્થિતિમાં પૂજન - અર્ચન

સોમનાથમાં શિવરાત્રીના વ્હેલી સવારે ૪ વાગ્યે મંદિર ખુલતા જય સોમનાથ હરહર મહાદેવના નાદ સાથે પ્રભાસક્ષેત્ર ગુંજી ઉઠેલ હતું. દેશ વિદેશ થી હજારોની સંખ્યામાં શિવભકતો ઉમટી પડેલ હતા ર૦૦ થી વધારે ભુદેવો દ્રારા રૂદ્રા અભિષેક, બિલ્વપત્ર, ગંગાજળ સહીતની હજારો પુજા વિધીઓ નોધાયેલ હતી. જેથી સોમનાથ પરીષર ભુદેવોના શ્લોકથી ગુજતું હતું સવારે ૪ વાગ્યા થી પ્રાંત મહાપુજાપ્રારંભ સવારે ૬ કલાકે,પ્રાત આરતી સવારે ૭ કલાકે,મહામૃત્યુંજય યજ્ઞ સવારે ૭.૩૦ કલાકે, નુતન ઘ્વજારોહણ સવારે ૮ કલાકે, હોમાત્મક લઘુરૂદ્ર પ્રારંભ (યજમાન દ્રારા) સવારે ૮.૩૦ કલાકે, પાલખીયાત્રા (સોમનાથમંદિરપરીસર) સવારે ૯ કલાકે, શોભાયાત્રા (વેરાવળ થી પ્રારંભ)  સવારે૯ કલાકે, મધ્યાન્હ મહાપુજા બપોરે ૧૧ કલાકે, મઘ્યાન્હ આરતી બપોરે ૧ર કલાકે સુધી યોજાયેલ જેમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના ધર્મપત્ની અંજલીબેન રૂપાણી, રાજકોટ ભાજપના પૂર્વ પ્રમુખ નીતિનભાઇ ભારદ્વાજ દર્શને આવી પહોંચ્યા હતા અને ભોળાનાથને શિશ નમાવી પુજા કરી હતી.(તસ્વીર - અહેવાલ : દિપક કક્કડ, વેરાવળ)

(3:55 pm IST)