Gujarati News

Gujarati News

News of Tuesday, 13th February 2018

જુનાગઢ સમસ્ત બ્રહ્મ યુવા સંગઠન દ્વારા યોજાયેલ ડે ક્રિકેટ ટુર્નામેન્ટની પૂર્ણાહુતિ

 જુનાગઢઃ સ્વ. શરદચન્દ્ર રામશંકર ઠાકરના સ્મરણાર્થે સતત દ્વિતીય વર્ષે સમસ્ત બ્રહ્મ યુવા સંગઠન દ્વારા ત્રિદિવસીય ડે ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઇ હતી જેમાં સેમી ફાઇનલમાં મહાદેવ-૧૧ પરશુરામ-૧૧ અને આદેશ-૧૧ ભોલેનાથ ઇલેવન વચ્ચે મેચ રમાયા હતા. જેમાં ફાઇનલ મેચમાં મહાદેવ ઇલેવન અને ભોલેનાથ ઇલેવન વચ્ચે મેચ રમાયો હતો. પ્રથમ ટોસ મહાદેવ ઇલેવન જીતીને ભોલેનાથ ઇલેવનને બેટીંગ આપી હતી ભોલેનાથ ઇલેવને ૧૪ ઓવરમાં ૧૦૧ રન કરેલ ત્યાર બાદ મહાદેવ-૧૧ બેટીંગમાં ૧૦ ઓવરમાં ૧૦૨ રન કરી ફાઇનલ મેચ મહાદેવ-૧૧ જીત્યા હતા. આ ટુર્નામેન્ટના વિજેતાઓને ધારાસભ્ય ભીખાભાઇ જોષી, મેયર આધાશકિતબેન મજમુદાર રાજુલાબેન ઠાકર ગીતાબેન જોષી નયનાબેન રાવલ સહિતના મહાનુભવો ટ્રોફી અને રોકડ પુરસ્કાર એનાયત કરેલ ટુર્નામેન્ટને સફળ બનાવવા બ્રહ્મ યુવા સંગઠનના સ્થાપક કાર્તિક ઠાકર જયદેવ જોષી  પ્રમુખ આશિષ રાવલ મંત્રી પી સી ભટ્ટ અને તેની સમગ્ર ટીમે જહેમત ઉઠાવી હતી. (અહેવાલ વિનુ જોષી તસ્વીર મુકેશ વાઘેલા જુનાગઢ)

(11:28 am IST)