Gujarati News

Gujarati News

News of Monday, 13th January 2020

બગસરામાં રૂફટોપ સેમિનાર

સોલાર રૂફટોપ માટેની માહિતી માટેનો સેમિનાર પી.જી.વી.સી.એલ. દ્વારા યોજાયો હતો. સેમીનારમાં પી.જી.વી.સી.એલ. અમરેલીના કાર્યપાલક ઇજનેર એન. આઇ. ઉપાધ્યાય રૂબરૂ ઉપસ્થિત રહી આ યોજનાની માહિતી આપવામાં આવેલ. તથા આ સેમીનારમાં બગસરા નગરપાલિકાના પ્રમુખ રમેશભાઇ સુવાગીયા, તથા બગસરા  શહેરી વિસ્તારના ગ્રાહકો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા. સેમીનાર પી.જી.વી.સી.એલ.ના નાયબ ઇજનેર શ્રી વિરડીયા, જુ.ઇ. શ્રી સીદપરા, તથા કર્મચારી એ. સી. બોરડ, શ્રી કે. વી. હીંગું, જે. કે. મારડીયા તથા વાય. ડી. કટેશીયા દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી. સેમિનાર યોજાયો તે તસ્વીર.

(12:09 pm IST)