Gujarati News

Gujarati News

News of Sunday, 13th January 2019

ઉપલેટામાં ગીર ગાય,ગિરખુંટ અને અશ્વ પ્રદર્શન યોજાયું :વિવિધ સ્પર્ધા -કરતબો નિહાળી લોકો મંત્રમુગ્ધ

પાલિકા અને માધવ ગૌશાળા દ્વારા આયોજન : સૌરાષ્ટ સહિત ગુજરાતભરમાંથી અશ્વ અને ગીરગાય ગીર ખૂંટના માલિકો જોડાયા

Alternative text - include a link to the PDF!

ઉપલેટામાં પાલિકા અને માધવ ગૌશાળા દ્વારા શ્રેષ્ટ ગીર ગાય અને ગિરખુંટ તથા અશ્વ પ્રદર્શન યોજાયું હતું જેમાં સૌરાષ્ટ સહિત ગુજરાતભરમાંથી અશ્વ અને ગીરગાય ગીર ખૂંટના માલિકોએ પોતાના અશ્વ અને ખુંટ ગાય લઇ જોડાયા હતા.

  ગીરગાય ગીર ખુંટ સહીત કાઠિયાવાડી અશ્વની જાતિને બચાવવાના હેતુથી પ્રદર્શનનું આયોજન કરાયું હતું લોકો ગીરગાય, ગીરખુંટ સહિત કાઠિયાવાડી અશ્વની જાતિને બચાવવાના પણ સંકલ્પ લેવડાવામાં આવ્યા હતા.

   ગાયમાં ઘણી જાતિઓ છે જેમાંથી ગીર ગાય, ગીરખુંટની જાતિ વિસરાતી જાય છે, જેથી ગીરગાયની એક ઓળખ લુપ્ત થતી બચાવવાના હેતુંથી પ્રદર્શનનું આયોજન કરેલ હતું. આ પ્રદર્શનમાં ગુજરાતભરમાંથી ગીરગાય અને ગીરખુંટ સહિત કાઠિયાવાડ અશ્વનું પ્રદર્શન યોજાયું હતું.

   ઉપલેટામાં સૌ પ્રથમવાર શ્રેષ્ઠ ગીર ગાય અને ખૂંટ પ્રદર્શન સાથે કામા અશ્વ સ્પર્ધા પણ યોજાય હતી. માધવ યુવા ગ્રુપ તેમજ નગરપાલિકાના સહયોગથી સમગ્ર ગુજરાતમાંથી શ્રેષ્ઠ ગાય તથા ગીર ખુંટ અને શ્રેષ્ઠ કામા અશ્વ પ્રદર્શનની સ્પર્ધાનું જબરદસ્ત આયોજન કરાયું હતું.

   ગુજરાતમાંથી શ્રેષ્ઠ ગીર ગાયો તથા ખુંટ તેમજ શ્રેષ્ઠ કાઠીયાવાડી ઘોડી તથા ઘોડાનું પ્રદર્શન, રેવાલ ચાલ પ્રદર્શન, શ્રેષ્ઠ અસવાર, શ્રેષ્ઠ કૌશલ્ય પ્રદર્શન, ગરો લેવો, પાટી દોડ યોજાઈ હતી અને અશ્વ પ્રેમીઓ એ પોતાના અશ્વ ના હેરત અંગેજ કરતબો બતાવી અને લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા.

(12:32 am IST)