Gujarati News

Gujarati News

News of Sunday, 13th January 2019

ઉતરાયણ પહેલા મોરબી -વાંકાનેરમા એલસીબીના ત્રણ સ્થળોએ દરોડા :વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો :એક આરોપીની ધરપકડ

 

    ફોટો LCB

મોરબીમાં મકરસંક્રાતિ પર્વ પૂર્વે એલસીબી ટીમે ત્રણ સ્થળોએ દરોડા કરીને દારૂનો જથ્થો જપ્ત કરીને એક આરોપીને ઝડપી લીધો છે

મોરબી જીલ્લા પોલીસવડાની સુચનાથી એલસીબી ટીમ મકરસંક્રાતિ તહેવારોને અનુલક્ષીને પેટ્રોલિંગમાં હોય અને તહેવારો દરમિયાન દારૂની હેરાફેરી અને વેચાણ રોકવા પ્રયત્નશીલ હોય દરમિયાન બાતમીને આધારે વાંકાનેરના ભાયાતી જાંબુડિયા ગામે આરોપી યુવરાજસિંહ ઉફે ઘેલુભા ભીખુભા ઝાલાના મકાનમાં દરોડો કરીને ૨૦ બોટલ દારૂ કીમત ૬૦૦૦ નો મુદામાલ જપ્ત કર્યો છે અને આરોપી વિરુદ્ધ ગુન્હો નોંધાવ્યો છે

   ઉપરાંત ભાયાતી જાંબુડિયા ગામે આરોપીની વાડીમાં દરોડો કરીને કુલ ૨૧૦ બોટલ દારૂ કીમત ૭૦,૪૦૦ અને બીયર ટીન ૨૦ કીમત ૨૦૦૦ મળી કુલ ૭૨,૪૦૦ નો મુદામાલ જપ્ત કર્યો છે

   ઉપરાંત મોરબીના પાનેલી ગામની સીમમાં આરોપી ભરત દેવાભાઈ અબાસણીયા રહે રાતાવીરડા તા. વાંકાનેર વાળાને ઝડપી લઈને ઈંગ્લીશ દારૂ બોટલ નંગ ૬૬ કીમત ૧૯,૮૦૦ નો મુદામાલ જપ્ત કર્યો છે જયારે આરોપી રસિક છનાભાઇ અબાસણીયા હે રાતાવીરડા તા. વાંકાનેર વાળાનું નામ ખુલતા તેને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે

(11:46 am IST)