Gujarati News

Gujarati News

News of Saturday, 13th January 2018

મોટી પાનેલી સામાજીક અને શૈક્ષણિક વિકાસ ટ્રસ્ટના અનુક્રમે

મોટી પાનેલી ગામના તેજસ્વી છાત્રોના તા.૨૦ના સન્માન સમારોહ

સ્પીડ વેલ પાર્ટી પ્લોટ, રાજકોટ ખાતે આયોજનઃ સાંસ્કૃતિક કાર્યક્રમ, નૃત્ય, સ્વચ્છતા અભિયાન તથા વૃક્ષારોપણના કાર્યક્રમો

રાજકોટ,તા.૧૩ : મોટી પાનેલી સામાજિક અને શૈક્ષણિક વિકાસ ટ્રસ્ટ દ્વારા રાજકોટમાં, મોટી પાનેલીનાં વસતા મૂળ મોટી પાનેલીના સર્વ જ્ઞાતિના તેજસ્વી છાત્રો માટે સરસ્વતી સન્માન સમારોહ તથા સાંસ્કૃતિક કાર્યક્રમ, નૃત્ય, સ્વચ્છતા અભિયાન, વૃક્ષારોપણ વિ.મોટી પાનેલીના રહીશો માટે સ્વરૂચિ ભોજન સમારોહ કમ સ્નેહમીલન તા.૨૦ને શનિવાર સાંજના ૪ કલાકે, 'સ્પીડ વેલ પાર્ટી પ્લોટ', નાના મવા ગામ પાસે, અંબિકા ટાઉન શીપ પાસે, રાજકોટ ખાતે યોજાનાર છે.આ સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે રાજકોટ પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત, શિક્ષણવીદ ગીજુભાઈ ભરાડ, મ્યુ.કમિશ્નર બંચ્છાનિધી પાની, અંતરીપ સુદ (ડી.એસ.પી.રાજકોટ), દર્શિતાબેન શાહ (ડેપ્યુટી મેયર), ગોવિંદભાઈ પટેલ ધારાસભ્યશ્રી તથા મહેન્દ્રભાઈ પાડલીયા (કુલપતિ ગોવિંદગુરૂ યુનિવર્સિટી, ગોધરા), કિરણભાઈ પટેલ (ટ્રસ્ટી એસ.એન.કે.સ્કૂલ), ચંદુભાઈ પી.વિરાણી (બાલાજી વેફર્સ), સનતભાઈ માખેચા (ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ) તથા રાજકોટના અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહેશે.(૩૦.૩)

(12:07 pm IST)
  • ભરશિયાળે ભરૂચમાં કમોસમી માવઠું : મોડી રાત્રે શહેરના અનેક વિસ્તારોમાં પડ્યા વરસાદી છાટા : વાતાવરણમાં પ્રસરી ઠંડક access_time 11:41 pm IST

  • બનાસકાંઠાઃ ૫૪ લાખનો દારૂ ઝડપાવાના મામલે પી.આઇ.ની બદલીઃ જીલ્લા પોલીસ અધિકારી દ્વારા કરાઇ કાર્યવાહી access_time 2:44 pm IST

  • કર્ણાટકના ઉદ્યોગમંત્રીએ બેંગલુરુને દેશની બીજી રાજધાની બનાવવાની માગણી કરી access_time 11:57 am IST