Gujarati News

Gujarati News

News of Saturday, 13th January 2018

અમરેલીમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ

 અમરેલી ખાતે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આયોજિત આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાયો હતો. સાસંદ નારણભાઇ કાછડીયા, કલેકટરશ્રી સંજય અમરાણી તેમજ ગુજકોમાસોલના ચેરમેન દિલીપભાઇ સંઘાણી સહિતના મહાનુભાવોએ દીપપ્રાગટ્ય કરી કાર્યક્રમને ખૂલ્લો મૂકયો હતો. સાસંદ નારણભાઇ કાછડીયાએ કહ્યું કે, ઉત્ત્।રાયણ એ બાળકો થી માંડી વૃધ્ધ સુધીના તમામ માટેનું પર્વ છે. પતંગ ઉડાડવાની કળા-સંસ્કૃત્ત્િ।નું આદાન-પ્રદાન એટલે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ. પતંગ પાસેથી એ શીખ મળે છે કે કુશળતા અને સાહસથી આકાશમાં ઉડવા મળે તેટલું વિશાળ ફલક મળે છે.ગુજરાત પ્રવાસન નિગમ અને અમરેલી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા યોજવામાં આવેલ આ કાર્યક્રમમાં અમરેલી કલેકટર સંજય અમરાણીએ શાબ્દિક સ્વાગત કર્યુ હતુ. કલેકટરશ્રી અમરાણીએ જણાવ્યું કે, પતંગ મહોત્સવના માધ્યમથી કૌશલ્યનો યોગ્ય ઉપયોગ થાય અને રોજગારીનું સર્જન થાય તેવો રાજય સરકારનો ઉદ્દેશ્ય છે. ઉત્ત્।રાયણ એ આનંદનું પર્વ છે. પતંગ મહોત્સવની ઉજવણીથી ગુજરાત પ્રવાસનને વૈશ્વિક ફલક-નકશા પર સ્થાન મળ્યું છે. તેમણે ગુજરાત, અમરેલી, ગીર, એશિયાટિક સિંહ, દરિયાઇ વિસ્તાર સહિતની ખાસિયતોને આવરી લઇ પતંગબાજોને વિસ્તારનો પરિચય આપ્યો હતો. પૂર્વ કૃષિમંત્રી દિલીપભાઇ સંઘાણીએ પ્રાસંગિક પ્રવચન કરી રાજય સરકાર દ્વારા સમગ્ર રાજયમાં ઉજવાતા પતંગ મહોત્સવની સફળતા ઇચ્છી હતી. વિદેશથી અને અન્ય રાજયોમાંથી આવેલા પતંગબાજોને કુમકુમ તિલક, પુષ્પગુચ્છથી પારંપારિક રીતે સ્વાગત કરવામાં આવ્યું હતુ. અમરેલી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પતંગબાજોને મેમેન્ટો આપવામાં આવ્યા હતા. અમરેલી સ્થિત કમાણી ફોરવર્ડ હાઇસ્કુલ મેદાન ખાતે રાખવામાં આવેલ આ કાર્યક્રમમાં કમ્બોડિયા, કોરિયા, ઇસ્ટોનિયા, લેબેનોન, મલેશિયા, નેધરલેન્ડ, તુર્કી, સિંગાપોર, સ્વીટર્ઝલેન્ડ, ઇઝરાયેલ, બ્રાઝિલ સહિત દેશના તેમજ મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ તેમજ પશ્ચિમ બંગાળ સહિતના રાજયોના અંદાજે ૫૦ જેટલા પતંગબાજો અવનવા અને રંગબેરંગી પતંગો અમરેલીના આકાશમાં ઉડાડી મનોરંજન કર્યુ હતુ. કેતન મહેતા તેમજ તેમના ગ્રુપ અને શાળાના વિદ્યાર્થીનિઓએ દાંડિયા રાસ અને ગરબા સહિતના પારંપારિક સાંસ્કૃત્તિક રજૂ કરતા લોકનૃત્ય કર્યા હતા. આ પ્રસંગે પતંગબાજોને પ્રોત્સાહિત કરવા તેમજ આ કાર્યક્રમને નિહાળવા પાલિકા પ્રમુખ અલ્કાબેન ગોંડલિયા, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ નિરગુડે, અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી ભટ્ટ, નાયબ માહિતી નિયામક બી.એસ. બસીયા, જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી પટેલ, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી માંકડ, નાયબ જિલ્લા પોલીસ અધિકારીશ્રી દેસાઇ, અમરેલી-વડીયા-કુંકાવાવ પ્રાંત અધિકારીશ્રી સતાણી, પ્રવાસન નિગમના અતુલ ભટ્ટ, જિલ્લા રમતગમત અધિકારીશ્રી વસાવા, મામલતદાર અમે.સી. જાદવ, અમરેલી નગરપાલિકા ચીફ ઓફિસરશ્રી વસાવા, અમર ડેરી ચેરમેન અશ્વિનભાઇ સાવલિયા, કૌશિકભાઇ વેકરીયા, અમરેલી જિલ્લા ભાજપ પૂર્વપ્રમુખ ડો. કાનાબાર સહિત પદાધિકારી-અધિકારી-કર્મચારીઓ અમરેલીના નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન પ્રકાશભાઇ જોષીએ કર્યુ હતુ.(તસ્વીર - અહેવાલ : અરવિંદ નિર્મળ, અમરેલી)

(11:57 am IST)
  • પૂર્વીય અમેરિકામાં રાતોરાત તાપમાન આવ્યું નીચે : લોકો ત્રાહિમામ : જબરદસ્ત ઠંડી ફરી એકવાર પડવાના એંધાણ : તળાવોમાં એકાએક માંડ્યો બરફ જામવા : લોકોને સાવચેત રેહવા તંત્રે કરી અપીલ access_time 12:44 am IST

  • ગાંધીનગર : SRPના PSIનો રીવોલ્વરથી આપઘાતનો પ્રયાસઃ સેકટર ૨૭માં રહેતા હતા access_time 12:51 pm IST

  • ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મોહમ્મદ અઝહરૂદ્દીનએ હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશન (HCA) સામે મોટા આક્ષેપો કર્યા છે. અહેવાલો અનુસાર, અઝહરૂદ્દીને આક્ષેપ કર્યો છે કે હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશનના કેટલાક સભ્યો તેમને HCA પ્રમુખની ચુંટણીમાં ભાગ લેવાથી રોકવા માંગે છે. access_time 1:19 pm IST