Gujarati News

Gujarati News

News of Wednesday, 12th December 2018

સૌરાષ્ટ્રમાં એક માસમાં ૧૪ ખેડૂતોના આપઘાત, એ.એચ.પી. શકિત પ્રદર્શનરૂપ કિશાન કૂચ કરશે

સરકારને ઘેરવાનો પ્રયાસઃ ખેડૂતોના દેવા માફી સહિતની માંગણી

રાજકોટ તા.૧૨: આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ પ્રેરિત રાષ્ટ્રીય કિશાન પરિષદ દ્વારા જાન્યુઆરીનાં અંતમાં ખેડૂતોના પ્રશ્નો માટે ગાંધીનગરમાં વિશાળ કૂચ યોજી સરકારને ભીડવવાનો કાર્યક્રમ નક્કી થયો છે. તે પૂર્વે ડો. પ્રવીણભાઇ તોગડિયાની નવી પાર્ટીનું એલાન થઇ જશેતો કૂચ તે નામથી કરવામાં આવશે.

એ.એચ.પી.ના વર્તુળોના જણાવ્યા મુજબ ભાજપના રાજમાં  ખેડૂતો ખૂબ દુઃખી છે. સૌરાષ્ટ્રમાં એક મહિનામાં ૧૪ ખેડૂતોએ આપઘાત કર્યો છે. ખેડૂતોની વેદનાને વાચા આપવા ગાંધીનગર નજીક એકાદ લાખ ખેડૂતોને ભેગા કરીને કિશાન કૂચ કાઢવામાં આવશે.ખેડૂતોને સ્વામીનાથન સમિતિની ભલામણ મુજબ લાભ આપવા, આ વખતે દેવા નાબુદ કરવા તેમજ સિંચાઇ માટે પાણી આપવા સહિતની માંગણીઓ અગ્રસ્થાને રહેશે.આપઘાત કરનારા ખેડૂતોના પરિવારને રૂ. ૧૧-૧૧ લાખ આપવાની પણ માંગણી છે. કિશાન કુચનો વિગતવાર કાર્યક્રમ ટુંક સમયમાં જાહેર થશે.

(5:19 pm IST)