Gujarati News

Gujarati News

News of Wednesday, 12th December 2018

મંતાણામાં મહેશ પારઘીને 'કોથળી' માટે ઝઘડો થતાં પિત્રાઇ ભાઇએ ઘૂસ્તો મારી આંખ ફોડી નાંખી

વણકર યુવાનને ડાબી આંખ ગુમાવવી પડીઃ રાજકોટ આંખની હોસ્પિટલમાં દાખલ કરાયો

રાજકોટ તા. ૧૨: ટંકારાના મિંતાણામાં રહેતાં વણકર યુવાનને તેના જ કાકાના દિકરા ભાઇએ ડાબી આંખ પ ઘૂસ્તો મારી આંખ ફોડી નાંખતા આ યુવાનને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ કમ્પાઉન્ડમાં આવેલી આંખની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. દારૂની કોથળી બાબતે માથાકુટ થતાં મુક્કો મારવામાં આવ્યાનું જણાવાયું હતું.

પ્રાપ્ત માહિતી મુજબ મિંતાણા પ્રભુનગરમાં રહેતો મહેશ મનુભાઇ પારઘી (ઉ.૩૫) ૯મીએ સાંજે ઘર પાસે હતો ત્યારે તેના કાકાના દિકરા સુરેશ મોહનભાઇએ ઝઘડો કરી ડાબી આંખ પર ઘૂસ્તો મારી દેતાં આંખમાં ભારે દુઃખાવો ઉપડતાં સ્થાનિક સારવાર લીધા બાદ ગઇકાલે સાંજે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. અહિ ઓપરશેન કરવામાં આવ્યું હતું. પણ આંખ બચી શકી નહોતી.

મહેશ બે ભાઇ અને એક બહેનમાં મોટો તથા કુંવારો છે અને સેન્ટીંગ કામની મજૂરી કરે છે. તેના માતાના કહેવા મુજબ મહેશ દારૂની કોથળી લેવા માટે સુરેશ પાસે જતાં બંને વચ્ચે બોલાચાલી થતાં સુરેશે ઘૂસ્તો મારી દીધી હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે ટંકારા પોલીસને જાણ કરી હતી.

(3:50 pm IST)