Gujarati News

Gujarati News

News of Wednesday, 12th December 2018

પાકિસ્તાન દ્વારા પુનઃ ખાલીસ્તાનનું ભૂત ધુણ્યું ?

પોરબંદર દરિયાઇપટ્ટી ઉપર દેશહિત માટે નજર રાખતા ડેન્જર અને ચાર્લીનો ઇશારો

પોરબંદર, તા. ૧ર : ગુજરાતના ૧૬૦પ એક હજાર છસો પાંચ કિલોમીટરના દરિયા કિનારાની સંવેદના ધ્યાન રાખી  પોરબંદર જીલ્લાના અરબી સમુદ્ર કિનારા પર દેશભાવનાથી પ્રેરાઇ સમય આંતરે બાજ નજર રાખતા ડેન્જર ચાર્લી અને દેવભૂમિ દ્વારકા-જામનગર જીલ્લાના દરિયા કિનારા પર બાજ નજર રાખી જાગતા પ્રહરી તરીકે બજાવતા દેશપ્રેમીઓ દ્વારા ધ્યાના આકર્ષક ઇશારો કરતા જણાવે છે કે, પોરબંદરના અરબી સમુદ્રનો કિનારો સને ૧૯પ૬થી જ દેશદ્રોહી ગદ્દાર પ્રવૃત્તિઓથી જીવંત છે અને તેવી રીતે જે તે સમયમાં જામનગર જીલ્લામાં આવેલ સલાયા બંદર પર દેશદ્રોહી ગદ્દાર પ્રવૃતિનું મુખ્ય કેન્દ્ર તરીકે બહાર આવેલ અને દેશદ્રોહી ગદ્દારપ્રવૃતિની શરૂઆત સલાયાના હાજી તાલબધી શરૂ થઇ તેનું લેન્ડીંગ પોરબંદરના ગોસાબારે સ્વ. જુમ્મા મચ્છીયારા નામની વ્યકિત કરતી કન્સાઇન્ટમેન્ટની ડીલીવરી કરતી તે સમયમાં સુવર્ણ ગીની દાણચોરીથી ઘુસાડવામાં આવતી. ત્યારે અલગ દરિયા અજન્સી ન હતી. સને ૧૯૭૦થી દરિયાય એજન્સી-યાને કસ્ટમ્સ-એકસાઇઝ પૂર્ણ સ્વતંત્ર રીતે કાર્યરત થયેલ. તે પૂર્વે આ કામગીરી પોલીસ એજન્સી દ્વારા ફરજમાં રહેતી. અલગ કસ્ટમ્સ એકટના બદલે ક્રિમીનલ પ્રોસીજર કોડ તથા ઇન્ડીયન પીનલ કોડની જુદી જુદી કલમો નીચે ગુન્હા નોંધાતા.

સને ૧૯૭૦ સુધી કસ્ટમ્સની અલગ સ્વતંત્ર કાર્યયાહી શરૂ ન થઇ ત્યાં સુધી પોલીસ ડાયરીમાં ગુન્હા નોંધાતા હતા. જે પોલીસ ડાયરીમાં ગુન્હા નોંધાયેલ છે. ગોસાબારા ઉપરાંત સુભાષનગર-જાવર-કુછડી-કાંટેલા, વિસાવાડા (મૂળ દ્વારા) મિયાણી-હર્ષદ પટ્ટી જીવંત બનેલી. રાતડીમાં ચાંદીકુંજની પાટ્ટો ભરેલ વહાલા કિનારે ચડી જતા ચાંદીની પાટો લુંટાણી-બગવદર પોલીસમાં ફરીયાદ પણ નોંધાયેલ છે જેમાંનો પોલીસ કબ્જે કરેલ અમુક મુદામાલ પોરબંદર સબ તિજોરીમાં મુદામાલ તરીકે સાચવવામાં આવેલ હતો. પોરબંદર કોર્ટમાં કેશ પણ ચાલેલ. આ ઉપરાંત ઘેડ વિસ્તારના ગોસાબારા ઉપરાંત ગોસાબારથી માધવપુર (ઘેડ)ની દરિયાય પટ્ટી આંત્રોલીના દરિયાય ફાટક સુધી જીવંત ગણાતી અને હજુપણ ગણાય છે.

આ સમયે દરમ્યાન અલગ ખાલીસ્તાનનું ભૂત ધુણેલ અને ખાલિસ્તાનનો નકશો સને ૧૯પ૬માં રાજકોટથી પ્રસિદ્ધ થતાં દૈનિકમાં પ્રસિદ્ધ થયેલ તેમાં પોરબંદરને ખાલિસ્તાનનું મુખ્ય બંદર દર્શાવેલ છે કારણ કે પાકિસ્તાન બોર્ડરથી ખાલિસ્તાન  નજીક પડે છે. ભૌગોલિક દૃષ્ટિએ પણ મહત્વ અને અગત્યતા રહેલ છે. આજદીન સુધી સરકારે આ બાબતમાં ગંભીર બની ચિંતા સેવી હોય તેમ જણાતું નથી.

અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા વર્તમાન પંજાબના મંત્રી  અને લોકપ્રિય પૂર્વ ક્રિકેટર નવજોતસિંધુ પાકિસ્તાન વર્તમાન વડાપ્રધાન પૂર્વ ક્રિકેટ ઇમરાન ખાનના ખાસ આમંત્રણથી પાકિસ્તાન ગયેલ જે સમયે બન્ને ક્રિકેટર મિત્રો ોડાપ્રધાન પંજાબ નવજોતસિંધુ પાકિસ્તાન વડાપ્રધાન ઇમરાનખાન સાથે આંતકીના વડા સાથે મુલાકાત થયેલ તે ત્રિપુરીના ફોટાઓ પણ ઇલેકોનિક મીડીયા અને પ્રેસમીડીયામાં પ્રસિદ્ધ થયેલ છે તે સમયે વાતચીત પુનઃ અલગ ખાલિસ્તાનનું ભૂત ધુણેલ અને સરકારને ચિંતામાં મુકેલ છતાં મૌન છે.

દેશ પ્રેમી ડેન્જર અને ચાર્લી પોતાના મનનીય અભ્યાસમાં જણાવે છે કે, હાલ પોરબંદરના અરબી સમુદ્રના કિનારા પર આવેલ સુભાષનગર જાવર કુછડીના દરિયા કિનારા સંવદનશીલ ગણાય છે. બહાર પડતાં ખુલ્લા છે. દુશ્મન દેશ સીધો પ્રહાર કરી શકે. વર્તમાન સ્થિતિએ આતંકવાદીઓને માટે ખુલ્લુ મેદાન આપે છે. પુર્વ કાળમાં યુધ્ધ સમયે કુછડીના ખિમેશ્વર મહાદેવના મંદિરમાં સુરક્ષા ટૂકડી એકે કંપનીને લાંબો સમય રાખવી પડી હતી. આજ દરિયાઇ પટ્ટી સરહદ ઉભા દોરાની લાઇનમાં કાંટેલા ગામ આવેલ છે તેનો દરિયા કિનારો ખુલ્લો છે અને પુર્વ કાળમાં અહીં ચાંદીની ભરેલ વહાણ પણ તુટેલ.

પોરબંદરના હાલ નિવૃત બનેલ સરકારી અધિકારી માર્ગ-મકાન પેટા વિભાગમાં ફરજ હતા ત્યારે તેમણે સરકારી જીપનો ઉપયોગ કર્યા અને તેમાં મોતના સામાનની હેરાફેરી વલસાડ સુધી કર્યાનું અને લોકેશન વલસાડ કોઇ ડામરની ફેકટરીમાં માલ ચકાસણીનું બતાવ્યું મુળ સરકારી ડ્રાઇવરના બદલે અન્યને સ્વજ્ઞાતિના ડ્રાઇવરને સાથે લીધેલ. જીપમાં બોકસની હેરાફરી થયાની જે તે સમયે ચર્ચા હતી. હાલ મુળ ડ્રાઇવર સરકારીનું નિધન થયેલ છે. સાત-આઠ વરસથી આ અધિકારી નિવૃતી છે. ફરજ સમય પુર્ણ થયેલ. તેમના કુટુંબના વડીલ કટોકટી સમય દરમ્યાન શંકાસ્પદ પ્રવૃતિ સબબ મિસામાં ગયેલ. મુળ પોરબંદરના હાલ અન્યત્ર સ્થાયી  થયેલ છે.

સને ૧૯૯ર માં ગોસાબારે સાંજના સમયે અલસદા બહારમાં ચાંદીની પાટ્ટો સાથે હથીયાર તેમજ મોતનો સામાન આર.ડી.એકસ.ના બોકસ ઉતારવામાં આવેલ. ત્રણ ટ્રકમાં કન્સાઇન્ટમેન્ટ રવાના કરાયેલ. જેમાં એક ટ્રક કુતીયાણા પાસે એક ટ્રક બામણબોર ચોકડી પાસે અન્ય એક અન્ય જગ્યાએ આડ રસ્તે નીકળી ગયેલ. પરંતુ જે હોય તક તે આ ઘટના ક્રમ પછી આશરે પંદર વરસે કેન્દ્રની મહત્વ પુર્ણ એજન્સી પોરબંદર આવેલ. અને ગોસાબારે આર. ડી. એકસ. લેન્ડીય થયેલ. તે સ્થળે આસપાસમાં ખોદાણ કરેલ. કાંઇપણ સુરાગ મળેલ નહીં તેવી હકિકત જાણવા મળેલ છતાં એક ચર્ચા છે કે બાતમીદારની વાતમાંથી કાંઇક નો સડવડાટ હશે.

વ્યુહત્મક કરીતે પોરબંદરનું બંદર સરકારની નજરમાં આવેલ અને તેની અગત્યતા સમજાણી ત્યારબાદ ઘણાં લાંબા સમયે કોસ્ટ ગાર્ડ અને નેવી બન્નેનું વડું મથક સ્થાપણું આજે આધુનિક સુવિધાથી સજ્જ છે. તેમ છતાં ભારતીય જળ સીમાહમાં પાકિસ્તાનની મરીન સિકયુરીટી ચાંચીયા ગીરી કરી ભારતીય માચ્છીમારોનું અપહરણ ઘુસણખોરીથી કરી જાય છે. યુધ્ધની શકયતાની પડકાર ભૂમિકામાં તેમજ પુનઃ ખાલીસ્તાન ઘુણવા લાગેલ છે. ત્યારે કુછડી પાસે નવું બંદર બનાવવા વિકાસનું નામ આગળ ધરાય છે ત્યારે સુરક્ષા સલામતીની વિચાર કરવાની જરૂર છે.

(3:02 pm IST)