Gujarati News

Gujarati News

News of Wednesday, 12th December 2018

જુનાગઢમાં ઉસ્માન મજરૂબની પિસ્તોલ-છરી સાથે ધરપકડ

બી. ડીવીઝન પોલીસનો સપાટો

જૂનાગઢ તા. ૧ર :.. એસ. પી. સૌરભ સિંઘની સુચનથી બી. ડીવીઝનના પી. આઇ. આર. બી. સોલંકીનાં માર્ગદર્શન હેઠળ એએસઆઇ વીરાભાઇ કોડીયાતર, પો. કો. વિપુલ ડાંગર, નિલેશ નંદાણીયા, કિશોર અખેડ તેમજ હોમગાર્ડ એમ. કે. ભુવ અને એમ. આર. શેખ ગત રાત્રે નાઇટ પેટ્રોલીંગમાં હતાં.

ત્યારે જોશીપુરા વિસ્તારમાં રહેતો ઉસ્માન અમરબીન મજરૂબની (ઉ.૩૦) નામનો આરતી શાળા જતા બસ સ્ટેન્ડ પાસેની વીજ કચેરી નજીક હથિયાર સાથે ઉભો હોવાની માહિતી મળતા પોલીસ કાફલો ધસી ગયો હતો.

આ શખ્સની તલાસી લેતા તેની પાસેથી રૂ. ૧પ હજારની કિંમતની પિસ્તોલ, બે કાર્ટીસ તેમજ છરી અને બે મોબાઇલ મળી આવ્યા હતાં.

આથી પોલીસે આરબ  શખ્સની હથિયાર સહિત કુલ રૂ. ર૦૭૧૦ નો મુદામાલ સાથે ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ઉસ્માન મજરૂને હથિયાર કયાંથી મેળવ્યુ અને તેનો શુ ઉપયોગ કરવાનો હતો તે માહિતી મેળવવા પોલીસે તેણે રીમાન્ડ પર મેળવવાની તજવીજ હાથ ધરી છે.

(2:52 pm IST)