Gujarati News

Gujarati News

News of Wednesday, 12th December 2018

જેતપુર પંથકની સગીરાના અપહરણ-બળાત્કારના કેસમાં આરોપીને ૧૦ વર્ષની સજાઃ અન્ય બે ને શંકાનો લાભ

રાજકોટ, તા., ૧૨: જેતપુર પંથકની સગીરા ઉપર વારંવાર દુષ્કર્મ આચરવાના ગુનામાં પકડાયેલ આરોપી અજય દિલીપસિંહ ગોહીલ નામના દરબાર યુવાન સામેનોકેસ ચાલી જતા જેતપુરના સ્પે. પોકસો કોર્ટના જજશ્રી જે.એમ. ઠક્કરે આરોપીને૧૦ વર્ષની સજા ફટકારી હતી.જયારે અન્ય બે આરોપીને શંકાનો લાભ આપી છોડી મુકાયા હતા.

 આં અંગેની વિગત એવી છેકે બનાવનો ભોગ બનનાર સગીર છે. સગીરા બનાવના દિવસે ધો.૧૦ની પરીક્ષા આપીને ઘરે જતી હતીત્યારે આરોપીએ રસ્તામાં સગીરાને આંતરી ધમકી આપીને તેના મામાના ઘરે લઇ ગયેલ જયાં સગીરા ઉપર બળાત્કાર ગુજાર્યો હતો.

આ બનાવબાદ આરોપીએ સગીરાના ઘરે જઇને થોડા દિવસો બાદ ફરી ધમકી આપીને ફરી વખત બળાત્કાર ગુજાર્યો હતો. આ બનાવ અંગે જેતપુર પોલીસે આઇપીસી ૩૬૩, ૩૭૬, ૧૧૪ તેમજ પોકસોની કલમ હેઠળ આરોપીઓની ધરપકડ કરીને કોર્ટમાં ચાર્જશીટ રજુ કર્યુ હતું.

આ ગુનામાં પોલીસે મુખ્ય આરોપી અજય દિલીપસિંહ ગોહીલ ઉપરંાત સંજય પુના વાગડીયા અને વજેસંગ જીવુભા પરમારની મદદગારી કરવા સબબ ધરપકડ કરી હતી.

આ કેસ ચાલી જતા સરકારી વકીલ કે.એ.પંડયાએ કરેલ રજુઆત અને પુરાવાને ધ્યાને લઇને પોકસો કોર્ટના જજશ્રી ઠકકરે આરોપી અજયગોહીલને ૧૦ વર્ષની સજા અને અન્ય બંન્ને આરોપીઓને શંકાનોલાભ આપીને છોડી મુકયા હતા. આ કામમાં સરકાર પક્ષે એ.પી.પી. કે.એ.પંડયા રોકાયા હતા.

(2:51 pm IST)