Gujarati News

Gujarati News

News of Wednesday, 12th December 2018

શિયાળુ યાયાવર પક્ષી કુંજનું આગમન....

આપણા ગુજરાતમાં મુખ્યત્વે ૪ પ્રકારની કુંજ જોવા મળે છે જેમાં સાયબેરીયન, સારસ,કરકરો અને સામાન્ય પ્રકારની કુંજ, આ વર્ષે જામનગર અને દ્વારકા જીલ્લામાં સામાન્ય એટલેકે કોમન ક્રેઇન મોટી સંખ્યામાં જોવા મળી રહી છે. ૧૬ થી ૨૬ હજાર ફુટની ઉંચાઇએ ઉડી હિમાલીયન પર્વતો પાર કરી ભારતના અને ખાસ કરીને ગુજરાત અને રાજસ્થાનના પ્રદેશોમાં શિયાળો ગાળવા  આવી પહોંચતી આ કુંજનો મુખ્ય ખોરાક મગફળી બની રહે છે. મગફળીના ખેતરોમાં ચોમાસુ મગફળીના પાકનો ઉતાર થયા બાદ ખેતરમાં રહેતા મગફળીના નાના દાણા ચણવા ખેતરોમાં મોટા સમુહમાં ઉતરી પડે છે અને રાતવાસો કે વિસામો લેવા નદી, તળાવ કે ડેમના કાંઠાને પસંદગી આપે છે. તેના લાંબા પ્રવાસમાં હિમાલીય પર્વતમાળાઓમાં ગરૂડ અને બીજા શિકારી પક્ષીઓ ના શિકાર અને લાંબી મુસાફરીમાંઓ મૃત્યુ થાય જ છે પરંતુ આપણા પ્રદેશોમાં પણ શિકારીઓ અને માંસાહારી લાકો દ્વારા તેનો અવાર નવાર શિકાર થતો હોવાના બનાવો બનતા રહે છે તે દુઃખદ બની રહે છે. આકાશમાં તેના કરકરા અવાજ સાથે ઝુંડમાં અને લય આકારે ઉડતી કુંજને નિહાળવાનો આનંદ અનેરો બની રહે છે. (તસ્વીરઃ- વિશ્વાસ ઠકકર)

(2:44 pm IST)