Gujarati News

Gujarati News

News of Wednesday, 12th December 2018

'આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દિવસ' નિમિતે મોરબી બ્રહ્માકુમારીઝ ખાતે યોજાયો વિશેષ સેમિનાર

મોરબી તા. ૧૨ : 'માનવ અધિકાર દિવસ' નિમિત્તેઙ્ગ વૈશ્વિક માનવ અધિકાર અને અપરાધ વિરોધ સંગઠન, ગુજરાત યુનીટ, ગાંધીનગર દ્વારા પ્રજાપિતા બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વ વિધ્યાલય, શિવશકિત ભવન, પ્લોટ નં. ૭૫૧, સેકટર-૨૮, ગાંધીનગરના 'પીસપાર્ક' ખાતે સોમવાર,૧૦ ડિસેમ્બર, ૨૦૧૮ના રોજ સવારે ૧૧.૦૦થી બપોરે ૧.૩૦ એક સેમિનારનું આયોજન કરવામાં આવેલ.ઙ્ગ

આ સેમિનારમાં મુખ્ય અતિથિ પદે શ્રી શંભુજી ઠાકોર-MLA ગાંધીનગર-દક્ષિણઙ્ગ તથા ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એન્ડ એન્ટીક્રાઈમ ઓર્ગેનાઇઝેશન ભારતના ચેરમેન રમેશ શાહ, નેશનલ ટીમમાં જોડાયેલ અલગ–અલગ રાજયો તથા ગુજરાત રાજયના અલગ-અલગ જિલ્લામાંથી ૭૦ જેટલાં પદાધિકારીઓ સેમિનારમાં ઉપસ્થિત રહેલ.પરમાત્માની યાદ સાથે શરૂ થયેલ સેમિનારમાં ઉપસ્થિત મહેમાનોનું બ્રહ્માકુમારી બહેનો દ્વારા પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત કરવામાં આવેલ. મંચના મહેમાનો દ્વારા દિપ પ્રજવલન કરી સેમિનારનું ઉદઘાટન ઉદઘાટન કરવામાં આવેલ. સ્ટેટ પ્રેસિડેન્ટ –ગુજરાત જયશ્રીબેન બાબરીયાએ સૌનો પરિચય સહ સ્વાગત અભિવાદન કરેલ જયારે બ્રહ્માકુમારીઝ સેકટર-૩૦ ગાંધીનગર સંચાલિકા બી.કે.કૃપલબેને બ્રહ્માકુમારી સંસ્થાથી સૌને અવગત કરેલ. શ્રીશંભુજી ઠાકોરે મુખ્ય અતિથિ પદે પોતાનુ વકતવ્ય આપેલ. સયતિથિ વિશેષો એ પણ પોતાની શૈલીમાં પોતાનો પક્ષ મૂકેલ. અંતે સૌ પોતાની જગ્યાએ ઉભા થઈ અદબ સાથે રાષ્ટ્રગાન ગાયેલ. છેલ્લેરાજયોગિની કૈલાશ દીદીજી એ સૌને ઇશ્વરીય આશીર્વાદથી નવાજેલ અને પરમાત્મા ના ઘાર થી મહેમાનોને ભેટ સૌગાત અર્પણ કરેલ. સમગ્ર કાર્યક્રમ્નું સંચાલન બ્રહ્માકુમારીઝ ચિલોડા સેવાકેન્દ્ર સંચાલિકા બી.કે.તારાબેને ખૂબ જ સુંદર રીતે કરે. કાર્યક્રમ બાદ્વ સૌએ બ્રહ્માભોજન નો સ્વીકાર કરેલ. આ તકે અતિથિ વિશેષ તરીકે ઙ્ગએન.રામચંદ્રન- પ્રેસિડેન્ટ સાઉથ ઇન્ડિયા ઝોન-IHRACO, કુંવર અનુપદેવ સીંગ (રાજ પરિવાર ખારસવન)-સ્ટેટ પ્રેસિડેન્ટ–ઝારખન્ડ, દિપક બેનરજી- પ્રેસિડેન્ટ- વેસ્ટ બેન્ગાલ , રાજયોગિની કૈલાશદીદીજી – ડાયરેકટર, બ્રહ્માકુમારીઝ, ગાંધીનગર, ટી.ડી.પટેલ- સ્ટેટ એડવાઇઝર ,ગુજરાત

મુખ્ય અતિથિ શંભુજી ઠાકોર- MLA -ઙ્ગ ગાંધીનગર, રમેશ શાહ- ચેરમેન ઓફ ઇન્ડિયા IHRACO જયશ્રીબેન બાબરીયા- સ્ટેટ પ્રેસિડેન્ટ –ગુજરાત, રમિન્દર પાલ સીંગ- રાષ્ટ્રિય વાઇસ પ્રેસિડેન્ટ ઇન્ચાર્જ નોર્થ ઝોન, અમાનત ખાન – રાષ્ટ્રિય સેક્રેટરી અને સ્ટેટ પ્રેસિડેન્ટ છત્તીસગઢ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.(૨૧.૧૪)

(2:01 pm IST)