Gujarati News

Gujarati News

News of Wednesday, 12th December 2018

જેતપુરના રબારીકા ગામના સર્વે નં.૧૦૯ની જમીનની નોંધ સમેલ રીવીઝન અરજી રદ

ગોંડલના નાયબ કલેકટરનો હુકમ યથાવત રાજકોટ જીલ્લા કલેકટર

રાજકોટ તા.૧૨: જેતપુર રબારીકા ગામની જમીનની હકકપત્રકમાં નોધ બબે થયેલ રીવીઝન અરજીને કલેકટરને રદ કરીને ગોંડલના નાયબ કલેકટરનો હુકમ યથાવત રાખ્‍યો છે.

આ કેસની વ્‍ગિત મુજબ જેતપુર તાલુકાના રબારીકા ટામના રેવન્‍યુ સર્વે નં. ૧૦૯ની જમીન એકર ૧-૦૪ ગુંઠા તથા સર્વે નં. ૧૮૨/૧ની જમીન એકર ૮/૨૮ ગુંઠા પ્રમોલગેશન નોંધ નં.૩૮થી અરજદારના દાદા સ્‍વ.ખોડાભાઇ વિસાભાઇ ધારણ કરતા હતા. જેની ગામ દફતરે નોંધ નં. ૪૨૪ મુજબ સવાલ વાળી જમીન લમણભાઇ ટીસાના નામે ચડેલ છે.

ત્‍યારબાદ નોંધ નં. ૯૭૪ મુજબ લખમણ ટસા પાસે ગૌતમભાઇ વેલજીભાઇએ સર્વે નં. ૧૮૧/૧ની એકર ૭-૨૪ ગુંઠા જમીન રજી.વેચાણ દસ્‍તાવેજ નં. ૨૭૬ તા. ૧૨/૪/૧૯૬૬ અને સુધારા દસ્‍તાવેજ નં. ૧૬૨ તા. ૨૩-૩-૧૯૭૪થી વેચાણથી રાખેલ હતી જેની હક્કપત્રક નોંધ નં. ૨૬૭૪થી પડેલ હતી.

આ નોંધ સામે હાલના એપેલન્‍ટ નાયબ કલેકટર ગોંડલ સમક્ષ અપીલ દાખલ કરેલ. નાયબ કલેકટરને તા. ૩૧/૭/૨૦૧૩ી એપેલન્‍ટની અરજી નામંજુર કરતો હુકમ કર્યો હતો.

આ હુકમથી નારાજ થઇને અરજદારે રાજકોટ જીલ્લા કલેકટર સમક્ષ રીવીઝન અરજી દાખલ કરેલ આ અરજીના સંદર્ભમાં બંને પક્ષના વકિલોની દલીલો સાંભળી દસ્‍તવોજી પુરાવાને લક્ષમા લઇ અરજદાર તરફે થયેલ રજુઆત અમાન્‍ય રાખી સામાવાળાના એડવોકેટ કૌશિક એમ. ખરચરલીયાની રજુઆત માન્‍ય રાખી મેહ જીલ્લા કલેકટરે અરજદારની રીવીઝન અરજી રદ કરતો હુકમ કરેલ છે.

આ કામમાં સામાવાળા તરફે રાજકોટના યુવા એડવોકેટ કૌશિક એમ.ખરચલીયા રોકયા હતાં

(1:01 pm IST)