Gujarati News

Gujarati News

News of Wednesday, 12th December 2018

ગોંડલના કોલેજ ચોક અને ૪ ચોકમાં ડિવાઇડર મુકાય નહી તો આંદોલન

ગોંડલ તા.૧૨ : કોલેજ ચોકમાં સતત ટ્રાફીકથી ધમધમતા બંને ચોક વચ્ચે ડીવાઇડર મુકવાની માંગણી ઉઠી છે.

વિપક્ષી નેતા અનિલભાઇ માધડે તુરંત ડીવાઇડર મુકવામાં નહી આવે તો રસ્તા રોકો આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી છે.

કોલેજ ચોકમાં રોજ ૫૦૦ એસટી બસો આવજા કરે છે વાળી વાહનો તેટલા જ પસાર થાય છે. સિમેન્ટ રોડ બનતા વાહનો બેફામ સ્પીડે ચાલતા હોય છે અને ચાર ચોકમાં સ્પીડબ્રેકર મુકેલા નથી તો ૧૫ દિવસમાં આ કોલેજ ચોકના બંને ચોક વચ્ચે ડીવાઇડર મુકી સ્પીડ બ્રેકર મુકવા અનિલભાઇ માધડે માંગણી કરેલ છે.(૪૫.૩)

(12:01 pm IST)