Gujarati News

Gujarati News

News of Wednesday, 12th December 2018

કોડીનારનાં મૂળ દ્વારકામાં ઘર પાસે અપશબ્દો બોલવાની ના પાડતા હુમલો

કોડીનાર તા.૧૨: તાલુકાના મૂળ દ્વારકા ગામે યુવાન ઉપર ૬ શખ્સોએ હુમલો કર્યાની ફરીયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે.

વિગત મુજબ સલીમ અબ્દુલ ખરાઇની  બહેનનો મકાન હારૂન જાફરના મકાન પાસેે આવેલ હોય તેમની વચ્ચે થયેલ ઝઘડાનું મનદુઃખ રાખી ઇબ્રાહીમ પટેલ ડીશવાળા, હારૂન જાફર, શબ્બીર જાફર, સોયબ ઇબ્રાહિમ, સલમાન ગફુર, જાફર શબ્બીર એ સલીમ અબ્દુલ ખરાઇના ઘર પાસે ભુંડી ગાળો બોલતા હોય સલીમાઇએ ગાળો બોલવાની ના પાડતા ઉપરોકત તમામ શખ્સોએ ઉશ્કેરાઇ જઇ લોખંડના પાઇપ અને લાકડાના ધોકા વડે સલીમભાઇ ઉપર હુમલો કરી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા સલીમ અબ્દુલ ખરાઇએ ઉપરોકત તમામ ૬ શખ્સો વિરૂદ્ધ પોલીસ ફરીયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી આરોપીઓને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

(11:57 am IST)