Gujarati News

Gujarati News

News of Wednesday, 12th December 2018

ઉનાના નાસતા-ફરતા શખ્સ અભેસીંગ મકવાણાને ઝડપી લેતી ગીર સોમનાથ એસઓજી

કોડીનાર તા.૧૨: પોલીસ અધિક્ષક શ્રી દ્વારા નાસતા-ફરતા આરોપીઓને શોધી કાઢવાની ઝુંબેશ અનુસંધાને એસ.ઓ.જી. પો.સબ. ઇન્સ. જે.વી. ધોળાની સુચના અનુસાર નવા બંદર મરીન પો.સ્ટે. વિસ્તારમાં હેડ કોન્સ. સુભાષભાઇ ચાવડા તથા હેડ કોન્સ. ઇબ્રાહીમ બાનવાભાઇ પો.કોન્સ. ભુરાભાઇ ભગવાનભાઇ તથા અભેસીંગભાઇ ભગવાનભાઇ પેટ્રોલીંગમાં હતા.

પો.હેડ કોન્સ. ઇબ્રાહીમ બાનવાભાઇને મળેલ બાતમી આધારે, નવાબંદર રીક્ષા સ્ટેન્ડ પાસે નજાબંદર મરીન ફસ્ટ ૧૫/૧૩ આઇ.પી.સી. કલમ ૩૫૪,૫૦૬ (ર), જી.પી. એકટ કલમ ૧૩૫ અભેસીંગ ઉર્ફે અભય હમીરભાઇ મકવાણા જાતે દલિત ઉ.વ.૩૨ ધંધો મજુરી તા. તા. ઉના તેવી હકીકત મળતા પકડી પાડી આગળની કાર્યવાહી માટે નવાબંદર મરીન પો.સ્ટે. સોંપી આપેલ છે.

(11:48 am IST)