Gujarati News

Gujarati News

News of Tuesday, 12th December 2017

હાલારની ૪ બેઠકો પટેલ ફેકટરથી પ્રભાવીત : ૩ ઉપર ગંભીર અસર

જામનગર ગ્રામ્ય બેઠક ભારે પ્રભાવીત : કાલાવડ બેઠક ઉપર પણ સીધી અસર : ત્રણેક બેઠકો કોંગ્રેસ કબ્જે કરી લેશે

ખંભાળીયા, તા. ૧ર : ગુજરાત રાજયમાં ભલે ભાજપ દ્વારા હાર્દિક પટેલના ફેકટરથી ડેમેજ કરવા વડાપ્રધાનથી લઇને ટોચના નેતાઓ સુધીના પ્રયત્નો થયા, પરંતુ પટેલ ફેકટર ભાજપને દેવભૂમિ જિલ્લા તથા જામનગર જિલ્લાવાળા 'હાલાર' વિસ્તારમાં એટલુ પ્રભાવિત કર્યું કે ચાર બેઠકો આ ફેકટરથી એટલી પ્રભાવીત છે કે આ પ્રભાવીત બેઠકોમાંથી ત્રણ કોંગ્રેસ કબ્જે કરે તો જવાઇ નહીં એમ રાજકીય પંડિતો માની રહ્યા છે.

જામનગર ગ્રામ્ય બેઠક પર પટેલ પરિબળ હાર્દિક અને પાસ  એટલું પ્રભાવિત રહ્યું છે કે દિગ્ગજ નેતા અને ભાજપના પવનમાં પણ ચૂંટાતા રાઘવજી પટેલને વસમુ પડી ગયું છે તે પણ નવા નિશાળીયા ઉમેદવાર સામે !! તો જામનગર બેઠક પર પણ કોંગ્રેસના અશોક લાલને જો જીત મળશે તો પટેલ ફેકટર સૌથી વધુ નિર્ણાયક હશે.

જામજોધપુર બેઠકની વાત કરીએ તો અહીં તો પહેલાથી સિકયોર મનાતી રાજયના કેબીનેટ મંત્રી ચીમનભાઇ સાપરીયાની બેઠક જોખમમાં છે !! ચિરાગ કાલરીયા તથા પટેલ પાસ ફેકટર જેનો અગાઉ આંદોલનમાં ચીમનભાઇને એક કાર્યક્રમમાં અનુભવ થયેલો તથા પટેલ પ્રભાવિત મોટા ગામોમાં ભાજપ ચૂંટણી પ્રચાર પણ પૂરતો કરી શકયો નથી જેથી આ બેઠક પાસ ફેકટર કોંગ્રેસને જીતાડે તો નવાઇ નહીં !! અહીં ભાજપે એક તબક્કે ઉમેદવાર બદલવા વિચારણા કરી હતી પણ ટોચના નેતાઓ દ્વારા જો અહીં .મેદવાર બદલાય તો તેના પ્રત્યાઘાતો અન્ય બેઠકો પર પડે તે વિચારી યથાવત રાખતા મુશ્કેલી વધી હતી.!!

કાલાવડ બેઠક પટેલ પ્રભાવીત વિસ્તારમાં આવે છે અને અહીં બેઠક અનુસુચિત જાતિની અનામત  હોય અહીં પટેલ ફેકટર, હાર્દિક ફેકટર અને પાસને કારણે જે કાલાવડ બેઠક પર ભાજપના નવા નિશાળીયા મેઘજીભાઇ ગત વખતે જીતી ગયેલ તે આ વખતે ભાજપ પાસેથી ઝૂંટવાઇ જાય તેવી સ્થિતિ નિર્માણ થઇ છે.

જામનગર અને દેવભૂમિ જિલ્લામાં દેવભૂમિ જિલ્લામાં પટેલ ફેકટર અને પાસ ફેકટર અને હાર્દિક પટેલ સૌથી ઓછુ આ ફેકટર આ જિલ્લામાં હોવા છતાં બેમાંથી એક બેઠક પ૦ ટકાને પ્રભાવિત કરી રહ્યું છે.

દેવભૂમિ જિલ્લામાં દ્વારકા સીટ પર પટેલ ફેકટર કંઇ અસરકર્તા નથી કેમ કે ત્યાં પટેલોના મત જ નથી પરંતુ ખંભાળીયા સીટ પર વેરાડ, ગુંદા, નવાગામ, મોટઝટ અને ભાણવડ શહેરમાં પટેલોના મત કોંગ્રેસના ઉમેદવારનો જીતે તો નીર્ણાયક થશે...!! કેમ કે અહીં ભાજપે દિગ્ગજ કોંગ્રેસના પૂર્વ સાંસદ પાસે પ્રમાણમાં નબળા કહેવાય તેવા કાળુભાઇ ચાવડાને ઉતારેલા અને તેમણે નેતા આગેવાનોની મદદથી બળકરીને  સ્થિતિ મજબુત કરી ને આહીર મતદારોમાં ભાગ પડાવ્યા પણ જો ૪પ૦૦ ઉપરાંતના મતો પટેલોના હોય રસાકસીની સ્થિતિમાં આ મતો જો ભાજપની વિરૂધ્ધ સામુહિક પડયા હોય તો ભાજપને માટે મોટી મુશ્કેલી ઉભી કરશે...!!

પટેલ ફેકટર આમ ત્રણ સીટ કોંગ્રેસને મળે તેમાં નિર્ણાયક સાબિત થશે...!!

(3:27 pm IST)