Gujarati News

Gujarati News

News of Tuesday, 12th December 2017

જૂનાગઢમાં વ્યાંજકવાદીઓનો આતંકઃ યુવાનનું અપહરણ કરી ગોંધી રાખ્યો

છ શખ્સો સામે પોલીસ ફરિયાદ

જૂનાગઢ તા. ૧૨ : જૂનાગઢમાં વ્યાંજકવાદીઓએ વ્યાજની રકમ કઢાવવા માટે યુવાનનું અપહરણ કરી તેને ગોંધી રાખ્યો હોવાનો બનાવ બહાર આવ્યો છે.

 

જુનાગઢના દોલતપરામાં અરવિંદ યાર્ડમાં રહેતા બાવાજી રામન અવનીશભાઇ અગ્રાવત રામ રમેશ ઓડેદરા પાસેથી ધંધો કરવા માટે રૂ. ૧ લાખ વ્યાજે લીધા હતા.

પરંતુ રામ ઓડેદરાએ મોટી રકમ માંગતા રામન આપી શકેલ નહિ.

દરમિયાનમાં રામન અગ્રાવત બે દિવસ અગાઉ ઘરે જવા માટે શહેરના ગાંધી ચોક ખાતે રીક્ષાની રાહ જોઇને ઉભો હતો.

ત્યારે રામ રમેશ ધસી આવ્યો હતો અને અન્ય શખ્સની સાથે મોટરસાયકલ પર વચ્ચે બેસાડી રામન અવનીશનું અપહરણ કરી ગયો હતો.

બાદમાં હરિ મેરની રામદેવપરા ખાતેની દુકાનના રૂમમાં ગોંધી રાખીને માર માર્યો હતો.

આ અંગે રામન અગ્રાવતે રામ રમેશ ઉપરાંત હરિ મેર, ભાવેશ બારોટ, રવિ સગર, સુભાષ રેડી અને અન્ય એક અજાણ્યા શખ્સ વિરૂધ્ધ ફરિયાદ કરતા એ-ડીવીઝન પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

(12:24 pm IST)