Gujarati News

Gujarati News

News of Tuesday, 12th December 2017

ઇવીએમ મશીનમાં ચેડાની આશંકાના પગલે મોરબી સ્ટ્રોંગરૂમ બહાર કોંગ્રેસના એજન્ટોનો પહેરો

મોરબી તા. ૧૨ : વિધાનસભા ૨૦૧૭ ના રસપ્રદ જંગમાં ભાજપના પરંપરાગત ગઢ માનવામાં આવતા મોરબી જીલ્લાની ત્રણ બેઠકો પર ઉત્સાહપૂર્ણ રીતે મતદાન થયૂ હતું જોકે પાટીદાર આંદોલન પ્રભાવિત મોરબી જીલ્લામાં સત્ત્।ા વિરોધી લહેર ફૂંકાઈ હોય અને પરિવર્તન માટે મતદાન થયું હોય જેનો સીધો ફાયદો કોંગ્રેસને મળી સકે તેમ છે.

મતદાન બાદ ત્રણેય વિધાનસભા બેઠકોના ઈવીએમ મશીનને મહેન્દ્રનગર નજીકની પોલીટેકનીક કોલેજ ખાતે સ્ટ્રોંગ રૂમમાં મુકવામાં આવ્યા છે જે સ્ટ્રોંગ રૂમ બહાર પહેરો ભરવા માટે કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી હતી.

મોરબી કોંગ્રેસના કાન્તિલાલ બાવરવાએ આર.ઓ. સમક્ષ પહેરો ભરવા માટેની પરવાનગી માંગતી લેખિત અરજી કરી હતી જેને માન્ય રખાઈ છે જેને પગલે આગામી તા. ૧૮ ડીસેમ્બરનાં રોજ મત ગણતરી કરવામાં આવે ત્યાં સુધી કોંગ્રેસના નિયુકત કરાયેલા ત્રણ એજન્ટો વડાવીયા જયંતીભાઈ દામજીભાઈ, કાનાણી જયપ્રકાશ કરશનભાઈ અને મેરજા પ્રવીણભાઈ મગનભાઈ આઠ આઠ કલાક સુધી પહેરો ભરશે અને ૨૪ કલાક પહેરો ભરવામાં આવશે. ઈવીએમ મશીનમાં ચેડા કરવામાં આવે તેવી આશંકા કોંગ્રેસને સતાવતી હોવાથી આ પહેરો ભરવાની માંગ કરવામાં આવી હતી જેને સ્વીકારી લેવાતા કોંગ્રેસને રાહત મળી છે અને ત્રણ એજન્ટો હવે પહેરો ભરશે.

(11:17 am IST)