Gujarati News

Gujarati News

News of Tuesday, 12th December 2017

પેન્શનરોને રોકાણના પુરાવાઓ જિલ્લા તિજોરી કચેરી - અમરેલીને પહોંચતા કરવા આદેશ

અમરેલી તા. ૧૨ :  જિલ્લા તિજોરી કચેરી મારફત અમરેલી જિલ્લામાં પેન્શન મેળવતા તમામ પેન્શનરો કે જેઓની ઉંમર વર્ષ ૨૦૧૭-૧૮ માટે ૫૮ થી ૬૦ વર્ષ વચ્ચે હોય અને વાર્ષિક આવક રૂ.અઢી લાખથી વધુ હોય, જેની ઉંમર ૬૦ થી ૮૦ વર્ષ વચ્ચેની હોય અને વાર્ષિક આવક રૂ.૫ લાખ થી વધુ હોય તેવા તમામ પેન્શનરોએ તેમના પેન્શનની વાર્ષિક આવક ચાલુ નાણાકીય વર્ષમાં આવકવેરાને પાત્ર થતી હોય તથા ચાલુ નાણાકીય વર્ષમાં નિયમોનુસાર કરેલ રોકાણ અને તે આવકવેરામાંથી બાદ મળવાપાત્ર હોય તો તેના પુરાવારૂપે રોકાણ કર્યાની નકલો સાથે પાનકાર્ડની સુવાચ્ય ઝેરોક્ષ તા.૧૫ ડિસેમ્બર-૨૦૧૭ સુધીમાં જિલ્લા તિજોરી કચેરી-અમરેલીને પહોંચતી કરવાની રહેશે.

પાનકાર્ડની નકલ રજૂ ન કરવાના કારણે આવકવેરા કપાતની રકમ યોગ્ય રીતે જમા ન થવાના કોઇ પ્રશ્ન ઉપસ્થિત થાય તો તે અંગે જે-તે પેન્શનરોની પોતાની જવાબદારી રહેશે. નિયત સમય વિત્યે રજૂ કરવામાં આવેલ રોકાણની વિગતો ગ્રાહ્ય રાખવામાં આવશે નહિ, જેની ખાસ નોંધ લેવા જિલ્લા તિજોરી અધિકારીશ્રીની યાદીમાં જણાવાયું છે.

(11:16 am IST)